THIS NEWS IS SPONSORED –– RAHUL HONDA
પંડિત દીનદયાલનો જન્મ સંવત ૧૯૭૩ ના ભાદરવા વદ ૧૩ એટલે કે ૨૫ મી સપ્ટેમ્બર ૧૯૧૬ ના રોજ મથુરાથી ૨૬ કિમી દૂર આવેલા ચન્દ્રભાણ નામના ગામમાં થયો હતો. એ ગામને હવે દીનદયાલ ધામ તરીકે ઓળખાય છે. તેમના પિતા ભગવતી પ્રસાદ એક જાણીતા જ્યોતીષ શાસ્ત્રી હતા અને તેમના માતા શ્રીમતી રામપ્યારી એક ધર્મિષ્ઠ નારી હતા. તેઓ સાત વર્ષના હતા ત્યારે તેમના માતા અને પિતા, બન્ને અવસાન પામ્યા અને તેમના મામાએ તેમને ઉછેરીને મોટો કર્યો. તેમના મામા અને મામીના ઉછેર હેઠળ તેમણે અભ્યાસમાં સુંદર પ્રદર્શન કર્યું. તેઓએ રાજસ્થાનના અજમેર બોર્ડની મેટ્રિક ની પરીક્ષા સીકરની કલ્યાણ હાઈસ્કૂલમાથી પસાર કરી પ્રથમ ક્રમાંકે આવ્યા જેથી તેમને સીકરના મહારાજા કલ્યાણસિંહ તરફથી સુવર્ણ ચંદ્રક મળ્યો અને તે સાથે ૧૦ રૂપિયા માસિક શિષ્યવૃત્તિ અને ૨૫૦ રૂપિયા પુસ્તક આદિના ખર્ચ પેટે મળ્યા. તેમણે પિલાનીની બિરલા કૉલેજમાંથી ઇંટરમીડિયેટની પરીક્ષા પાસ કરી. ઈ.સ. ૧૯૩૯માં તેમણે કાનપુરની સનાતન ધર્મ કૉલેજમાંથી પ્રથમ શ્રેણીમાં બી.એ.ની પરીક્ષા પાસ કરી. તેમણે આગ્રાની સેંટ જ્હોન કૉલેજમાંથી અંગ્રેજી વિષયમાં પ્રથમ ક્રમાંકે અનુસ્નાતકની પદવી મેળવી અને સુવર્ણચંદ્રક મેળવ્યો. તેમના મામાએ તેમને પ્રાંતીય સેવા પરીક્ષા આપવા જણાવ્યું. આ પરીક્ષા આપી તેઓ પાસ થયા પરંતુ તેમણે સરકારી નોકરી સ્વીકારી નહીં તેમણે પ્રયાગમાં બી. એડ. અને એમ. ઍડ.ની પદવીઓ મેળવી.
ત્યારબાદ તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક તરીકે સેવા આપવા માંગતા હતા. કેમ કે ૧૯૩૭ના વર્ષ દરમ્યાન તેઓ કાનપુરની સનાતન ધર્મ કૉલેજમાં અભ્યાસ કરતા હતા, ત્યારે તેમના મિત્ર બાલુજી મહાશબ્દે દ્વારા તેમને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (R.S.S.) નો પરિચય થયો. તે દરમ્યાન તેમની મુલાકાત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક કે. બી. હેડગેવાર સાથે થઈ. તેમની સાથે તેઓ સંઘની કોઈ એક શાખામાં બૌદ્ધિક ચર્ચામાં ઉતર્યા. સુંદરસિંહ ભંડારી પણ તેમના એક વર્ગ મિત્ર હતા. આગળ વધી તેમણે પૂરો સમય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સેવા કરવાનો નિર્ણય કર્યો. તેમણે નાગપુરમાં સંઘની ૪૦ દિવસીય ઉનાળુ શિબિરમાં ભાગ લીધો અને સંઘ સંબંધે તાલીમ લીધી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની બે વર્ષની તાલીમ પુરી કરી તેઓ આજીવન સંઘ પ્રચારક બન્યા. તેઓ લખમીપુર જીલ્લાના પ્રચાર રહ્યા. ત્યાર બાદ તેએઓ ઉત્તરપ્રદેશના પ્રાંતીય આયોજક બની રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને જનસંઘની લોક સેવામાં જોડાઈ તેમને આદર્શ સંઘ પ્રચારક તરીકે સમગ્ર જીવન ગાળ્યું.
THIS NEWS POWERD BY –– SHRI KRISHNA SWEETS
પંડિત દીનદયાળ ઉપાધ્યાયનું સમગ્ર જીવન અને દર્શન આપણા સૌ માટે પ્રેરણારૂપ છે. તેમનું રાષ્ટ્રચિંતન અને તેમના સમાજચિંતન ને માત્ર આપણે યાદ જ નથી રાખતા એ ચિંતનને હવે આપણા જીવનમાં ઉતારવાનો અને તેનો અમલ કરવાનો પણ પ્રયત્ન થઈ રહ્યો છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય માત્ર એક રાજનેતા ન હતા પરંતુ પ્રખર ચિંતક, વિચારક અને લેખક પણ હતા. તેમણે શક્તિશાળી અને સંતુલિત રાષ્ટ્રવિકાસની કલ્પના કરી હતી. રાષ્ટ્ર ભારતીય ચિંતન પરંપરાના આધાર પર કઈ રીતે દુનિયામાં સર્વોચ્ચ સ્થાને પહોચે અને વિકાસની પગદંડી કઈ હોય શકે તેનું ચિંતન રજૂ કર્યું હતું.
આજે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભાજપ સરકાર દ્વારા એ ચિંતનવિચારને અમલમાં પણ મૂકવામાં આવી રહ્યો છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાયએ રજૂ કરેલા ચિંતનના આધાર પર કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર અનેક લોક કલ્યાણકારી અને રાષ્ટ્ર હીતના પગલાં લઈ રહી છે. કાશ્મીરને દેશથી અલગ કરનારી કલમ 370 રદ કરવાનું પગલું હોય કે સામરીક રીતે ભારતને સક્ષમ તેમજ સ્વાભિમાનપૂર્ણ બનાવવાની વાત હોય. દરેક બાબતમાં દયાળજી ના રાષ્ટ્ર હિતની દ્રષ્ટિ જોઈ શકાય છે. “આત્મનિર્ભર ભારત” એ પંડિત દીનદયાળજીનું સપનું હતું.
ઉપરાંત શિક્ષણ હોય, સ્વાસ્થ્ય હોય, ગ્રામીણ વિકાસ હોય, ગરીબોની ચિંતા હોય, કિસાન હિત હોય, માનવ વિકાસનો માપદંડ હોય, સામાજિક સમરસતા હોય…. દરેકમાં દીનદયાળજીના અંત્યોદય અને એકાત્મ માનવવાદની ઝલક જોવા મળે છે. “સૌનો સાથ – સૌનો વિકાસ” એ દિનદયાળજીનું સપનું હતું.
ભારતના તત્કાલિન તેમજ ભવિષ્યના સંદર્ભમાં દીનદયાળજીએ વિદેશનીતિ અને વિદેશ સંબંધો બાબતે પણ વિચારો વ્યક્ત કર્યા હતા. તેઓ કહેતા હતા કે, “આપણે અન્ય દેશો સાથે સંબંધ વધારવા જોઈએ પરંતુ સાથે સાથે એ પણ યાદ રાખવું જોઈએ કે બીજા દેશોની કઈ બાબતો આપણા હિતમાં છે અને અન્ય દેશોની વિચારધારાઓને આપણે યથાવત સ્વીકારી લેવી ન જોઈએ” એવી સ્પષ્ટ ચેતવણી તેમણે તે સમયે આપી હતી. તેમણે કહ્યું હતું કે “વિદેશી મૂડીરોકાણની સાથે તેની સંસ્કૃતિ પણ આવતી હોય છે અને તેથી એ અંગે આપણે સાવધાન રહેવું જોઈએ.”
આજની ભાજપ સરકાર પંડિત દિનદયાળજીના આ જ વિચાર પર ચાલતી જોઈ શકાય છે. ભારતીય રાજનીતિમાં રહીને ઋષિ સ્થાન પામેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાયે આખું જીવન સંઘ પ્રચારક તરીકે રાષ્ટ્રની સેવામાં વ્યતીત કરી દીધું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ પ્રચારક અને ભારતીય જનસંઘના અધ્યક્ષ રહી ચુકેલા દીનદયાળજીએ રજૂ કરેલા એકાત્મક માનવ દર્શનની પ્રાસંગિકતા હંમેશા યથાવત રહેશે, કેમકે તે શાશ્વત વિચારો પર આધારિત છે.

તેમનું મૃત્યુ શંકાસ્પદ સંજોગોમાં થયું હતું. જ્યારે તેઓ લખનૌથી પટના પ્રવાસ કરતા હતા ત્યારે તેમનું કતલ કરવામાં આવ્યું હતું. ૧૧ ફેબ્રુઆરી ૧૯૬૮ના તેમનો મૃતદેહ મુગલસરાઈના રેલ્વેયાર્ડમાં મળી આવ્યો હતો.
DAILY CLEAN YOUR HAND WITH OXI9 POMEGRANATE HAND SANITIZER