Monday, April 7, 2025
Google search engine
HomeDahod - દાહોદકોરોનાકાળમાં કામચોરી કરતા આરોગ્ય વિભાગના બે કારકુનોને ઘરભેગા કર્યા તથા અન્ય બે આયુષ...

કોરોનાકાળમાં કામચોરી કરતા આરોગ્ય વિભાગના બે કારકુનોને ઘરભેગા કર્યા તથા અન્ય બે આયુષ તબીબોને પણ છૂટા કરી આરોગ્ય વિભાગના હવાલે કરાયા

THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS

કોરોનાકાળમાં જેમની સેવાની સૌથી વધુ આવશ્યકતાઓ છે એવા આરોગ્ય વિભાગનાં કામચોર અધિકારીઓ અને કર્મચારીઓ સામે જિલ્લા વહીવટી તંત્રએ સખત રૂખ અપનાવ્યો છે. આજે બે જૂનીયર કલાર્કને ઘરભેગા કરવાની સાથે બે આયુષ તબીબોને છૂટા કરી આરોગ્ય વિભાગના હવાલે મૂકી દેવામાં આવ્યા છે.

જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગમાં આઉટસોર્સથી કામ કરતાં જુનીયર કલાર્ક કૌશીકભાઇ પુવાર તથા હીનાબેન ડાભી કોઇ પણ જાતની મંજૂરી વિના ગેરહાજર રહેતા હતા. તેથી આ બંનેને આજે ફરજમુક્ત કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત બે ગુલ્લીબાજ આયુષ તબીબો સામે પણ પગલા લેવામાં આવ્યા છે. જેમાં જગોલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં ડો. નિશીથ પ્રજાપતી તથા માઘવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડો. નરેશ લબાનાને ઝાયડસ મેડીકલ કોલેજ અને સીવીલ હોસ્પીટલ ખાતે ફરજ પર મુકવામાં આવ્યા હતા. પરંતુ આ બંને કરતબબાજ તબીબો ઝાયડસ ખાતે મસ્ટરમાં સહી કરીને ગુલ્લી મારી જતા હતા. આ બાબત તંત્રના ધ્યાને આવતા બંનેને છૂટા કરી આરોગ્ય વિભાગના હવાલે મુકી દેવામાં આવ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments