THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
- ગંભીર લક્ષણો સાથેના દર્દીઓને ડિસ્ચાર્જ કરતાં પહેલા RT-PCR ટેસ્ટ કરાશે: છેલ્લા પંદર દિવસમાં દર્દીના ડિસ્ચાર્જ રેટમાં ૪૫૭ ટકાનો વધારો
- કોરોનાના ગંભીર લક્ષણો સાથે દાખલ થયેલા દર્દીઓ સંપૂર્ણ સારવાર પછી તદ્દન સામાન્ય જણાય તો એક RT-PCR ટેસ્ટ કરીને નેગેટિવ આવ્યા પછી રજા આપવામાં આવશે
રાષ્ટ્રીય કક્ષાએ કોરોના દર્દીઓની ડિસ્ચાર્જ પોલિસીમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ નવી પદ્ધતિથી દર્દીઓ ઝડપથી ઘેર જઈ શકશે. બિનજરૂરી વિલંબ નહીં થાય. RT-PCR ટેસ્ટ જરૂરિયાતમંદ દર્દીઓ માટે વધારે વાપરી શકાશે અને કોરોનાના દર્દીઓને વધારે સમય હોસ્પિટલમાં પણ નહીં રહેવું પડે.
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ, ભારત સરકાર દ્વારા કોવિડ-૧૯નાં પેશન્ટને ડિસ્ચાર્જ કરવા માટેના નિયત પ્રોટોકોલ ની નવી ગાઇડ લાઇન જાહેર કરવામાં આવી છે. કોવિડ-૧૯ પોઝિટિવ દર્દીએ હવે હોસ્પિટલમાં વધુ રહેવું નહીં પડે. માત્ર HIV પોઝિટિવ દર્દી, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરેલી હોય તેવા દર્દી કે કેન્સર જેવા ગંભીર બિમારી ધરાવતા હોય તેવા કોરોના સંક્રમિત દર્દીઓને જ RT-PCR ટેસ્ટ કરીને રજા આપવા કહેવાયું છે. નવી ગાઇડ લાઇનથી દર્દીઓને વારંવાર કરવા પડતા RT-PCR ટેસ્ટમાંથી મુક્તિ મળશે.