Friday, January 24, 2025
Google search engine
HomeDahod - દાહોદકોરોનાના હળવા લક્ષણો ધરાવતા દર્દીઓ જો નિયમિત એક કલાક પ્રોન પોઝિશનિંગની પ્રવૃત્તિ...

કોરોનાના હળવા લક્ષણો ધરાવતા દર્દીઓ જો નિયમિત એક કલાક પ્રોન પોઝિશનિંગની પ્રવૃત્તિ કરે તો કૃત્રિમ ઓક્સીજન લેવાની નોબત ન આવે

 THIS NEWS IS SPONSORED BY – RAHUL HONDA 

શ્વાસની સંજીવની – પ્રોન પોઝિશનથી કોરોનાના દર્દીઓને શ્વાસોશ્વાસની ક્રીયામાં થાય છે સુધારો

કોરોના વાયરસથી સંક્રમિત વ્યક્તિ માટે ફાયદાકારક એવી આરોગ્ય વિભાગ દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે તેમાં એક મહત્વની છે પ્રોન પોઝિશન ! કોરોના વાયરસનું સંક્રમણ ફેંફસા સુધી પહોંચે એટલે શરીરમાં થાકની સાથે શ્વાસ લેવામાં પણ તકલીફ વર્તાય છે. આવા સંજોગોમાં જો બહારથી કૃત્રિમ ઓક્સીજન લેવાથી બચવું હોય તો પહેલેથી જ પ્રોન પોઝિશનની ક્રીયા કરતા રહેવું હિતાવહ છે.

દાહોદમાં કોરોનાના દર્દીઓની સારવારનો બહોળો અનુભવ ધરાવતા ડો. મોહિત દેસાઇ ઉક્ત બાબતે જણાવે છે કે, અમે કોરોનાના દર્દીઓને કૃત્રિમ ઓક્સીજનની સાથે આ પ્રોન પોઝિશનમાં સુવડાવીએ છીએ. જેથી તેમની શ્વાસ લેવાની કુદરતી શક્તિમાં વધારો થાય છે. અનેક દર્દીઓ આ ક્રીયા કર્યા બાદ સારી રીતે શ્વાસ લેતા થાય છે. તે કહે છે, આ ક્રીયા બહુ જ સરળ છે. દર્દીઓ પોતાનું નાક ના દબાય એ રીતે ઉંધુ સુઇ જવાનું અને છાતીના ભાગ નીચે જરૂરત પ્રમાણેની સાઇઝનું ઓશીકું, પેટની નીચે ઘુંટણો પર બે ઓશિકા તેમજ પગના પંજાઓની નીચે એક ઓશીકું મૂકવામાં આવે છે. દર ૬ થી ૮ કલાકમાં ૪૦ થી ૪૫ મિનિટ આવું કરવાથી દર્દીને ફાયદો થાય છે. આ સ્થિતિમાં સુતા બાદ શ્વાસ અંદર લઇ શરૂઆતમાં બેત્રણ સેકન્ડ રોકી રાખવાનો. આવી રીતે શક્તિ પ્રમાણે શ્વાસ અંદર રાખવાનો સમય વધારતો જવાનો. આ પોઝિશનમાં લોહીનું પરિભ્રમણ સારી રીતે થાય છે જેનાથી તે સરળતાથી ઓક્સિજન ગ્રહણ કરી શકે છે. આ ક્રીયા કરવાથી ફેંફસાની કામ કરવાની ક્ષમતામાં વધારો થાય છે.

 THIS NEWS IS POWERED BY –– SHRI KRISHNA SWEETS 

દાહોદ જિલ્લાના વિવિધ કોવિડ કેર સેંટરોમાં દાખલ કોરોના સંક્રમિત દર્દીઓને ઓક્સિજનનું પ્રમાણ જળવાય તે માટે પ્રોન પોઝિશનના ઉપયોગ શરૂ કરવામાં આવ્યો. વધુમાં હોમ આઇસોલેશન અંતર્ગત કોરોના સંક્રમિત દર્દીઓને પણ પ્રોન પ્રોઝિશનની કોરોના સંક્રમણના કારણે મોટાભાગના દર્દીઓને શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે. આવા સંજોગોમાં પ્રોન પ્રોઝિશન ઓક્સિજનેશન ૮૦ ટકા સુધી સફળ છે. દરેક ચિકિત્સા પ્રણાલીના જાણકાર ડોકટરોએ પણ પ્રોન પ્રોઝિશનને હોસ્પિટલોમાં દાખલ દર્દીઓ માટે સંજીવની સમાન ગણાવ્યું છે.

શ્વાસ લેવામાં તકલીફ હોય તો આ સ્થિતિમાં ૪૦ મિનિટ સુધી રહેવાથી ઓક્સિજનના સ્તરમાં સુધારો થાય છે. આ ઉપરાંત ઉંધા સુવાથી પરર્ફ્યુઝન ઇન્ડેક્સમાં પણ સુધારો આવે છે. પ્રોન પોઝિશન એક્યુરેટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમમાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે. આ ચિકિત્સા પ્રવૃત્તિ હેઠળ દર્દીને ઊંધો સુવડાવી દેવામાં આવે છે તેમજ તેની ડોકની નીચે એક ઓશીકું, પેટની નીચે ઘુંટણો પર બે ઓશિકા તેમજ પગના પંજાઓની નીચે એક ઓશીકું મૂકવામાં આવે છે. આ પોઝિશનમાં લોહીમાં ઓક્સીજનેશન સારી રીતે થાય છે જેનાથી તે સરળતાથી ઓક્સિજન ગ્રહણ કરી શકે છે.
જમ્યા પછીના એક કલાક સુધી પ્રોનિંગ કરી શકાય નહીં. દર્દીએ સભાન અવસ્થામાં આ ક્રીયા કરવી. સરળતાથી સહન થઈ શકે તેટલા સમય પૂરતું જ પ્રોનિંગ કરવું જોઇએ. દર્દી પોતાની અનુકૂળતા અનુસાર વિવિધ ક્રમમાં દિવસના ૧૬ કલાક સુધી પ્રોનિંગ કરી શકે છે. પ્રેશર એરિયામાં ફેરફાર કરવા તથા આરામ માટે દર્દી ઓશિકાને થોડાઘણાં એડજસ્ટ કરી શકે છે. શરીરના એવા હિસ્સા કે જ્યાં ચામડીની તુરંત નીચે હાડકા હોય છે તેવા હિસ્સામાં દબાણના કારણે સોજા અથવા ઇજા પરત્વે સાવધ રહેવું. કોરોનામાંથી રિકવર થયેલા દર્દીઓએ પણ આ ક્રિયા કરતી રહેવી જોઇએ.

 CLEAN YOUR HAND REGULARLY  WITH HAND SANITIZER 

સગર્ભા મહિલાઓએ, જેમની ટ્રીટમેન્ટને ૪૮ કલાક કરતા ઓછો સમય થયો હોય તેવા ડીપ વૅનસ થ્રમ્બોસિસના દર્દીઓ, ગંભીર કાર્ડિયાક સ્થિતિ ધરાવતા અથવા અનસ્ટેબલ સ્પાઇન (કરોડરજ્જુ), ફેમુર (થાપાનું હાડકું) અથવા પૅલ્વિક ફ્રૅક્ચર્સની સ્થિતિ ધરાવતા દર્દીઓએ પ્રોનિંગ ન કરવું જોઇએ. દર્દીએ તેની પરિસ્થિતિ મુજબ પ્રોનિંગ અંગેનો નિર્ણય લેવો અને પ્રોનિંગ અંગે ડોક્ટરની સલાહને અનુસરવું હિતાવહ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments