Friday, November 22, 2024
Google search engine
HomeViramgam - વિરમગામક્રેઇન વેદાંતા કંપની દ્વારા કોરોના સામે લડવા જરૂરી સાધન સામગ્રી અમદાવાદ કલેક્ટરને...

ક્રેઇન વેદાંતા કંપની દ્વારા કોરોના સામે લડવા જરૂરી સાધન સામગ્રી અમદાવાદ કલેક્ટરને અર્પણ કરાઇ

બાઇપેપ વેન્ટીલેટર ૪, પી.પી.ઇ કીટ ૨૦૦, એન ૯૫ માસ્ક ૫૦૦, ગ્લોઝ ૪૦૦૦, ક્લોથ માસ્ક ૫૦૦, સેનીટાઇઝર ૧૦૦૦ સહિતની સાધન સામગ્રી કલેક્ટરને આપવામાં આવી

અમદાવાદ સહિત દેશભરમાં નોવેલ કોરોના વાયરસના પોઝીટીવ કેસ વધી રહ્યા છે ત્યારે જીલ્લા વહીવટી તંત્ર, જીલ્લા આરોગ્ય વિભાગની સાથે મળીને કોરોના સામે લડવા માટે ક્રેઇન ઓઇલ એન્ડ ગેસ, વેદાંતા લી.ના સંજીવની પ્રોજેક્ટ અંતર્ગત મંગળવારે કલેક્ટર ઓફિસ ખાતે બાઇપેપ વેન્ટીલેટર – ૪, પી.પી.ઇ કીટ – ૨૦૦, N-95 માસ્ક – ૫૦૦, ગ્લોઝ – ૪૦૦૦, ક્લોથ માસ્ક – ૫૦૦, સેનીટાઇઝર – ૧૦૦૦ સહિતની સાધન સામગ્રી અમદાવાદ કલેક્ટર કે. કે. નિરાલાને આપવામાં આવી હતી. ક્રેઇન ઓઇલ એન્ડ ગેસ અને વેદાંતા લી દ્વારા આપવામાં આવેલ જરૂરી સાધન સામગ્રીને કલેક્ટર કચેરી અમદાવાદ દ્વારા કોરોના સામેની લડાઇ લડતી હોસ્પિટલને ફાળવવામાં આવશે. અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે ક્રેઇન ઓઇલ એન્ડ ગેસ, વેદાંતા લી. વિરમગામના એચ.એસ.ઇ. સીનિયર મેનેજર અનંત તાંદલે, સીનિયર મેનેજર સીક્યુરીટી મેજર વિવેક સિંગ, એડમીનીસ્ટ્રેટીવ મેનેજર મુકેશ સિંગ, બળદેવ કૈલા, અમદાવાદના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.સતિષ મકવાણા, વિરમગામના તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.વિરલ વાઘેલા, વિરમગામ તાલુકા સુપરવાઇઝર નીલકંઠ વાસુકિયા, આઇડીએસપી ડેટા મેનેજર અંકિત સુથાર ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનિય છે કે, હવા દ્વારા ચેપી વ્યક્તિના સંપર્કમાં આવવાથી કોરોના વાઇરસનો ચેપ લાગી શકે છે. તાવ, ખાંસી, કફ, વહેતું નાક, ગળાનો દુખાવો, શ્વાસની તકલીફ, શ્વાસ લેવામાં મુશ્કેલી ધ્રુજારી આ બધા કોરોના વાયરસના લક્ષણો છે. જો થોડી સાવચેતી રાખવામાં આવે તો કોરોના વાઇરસના ચેપથી ચોક્કસ બચી શકાય તેમ છે. કોરોના વાયરસથી બચવા માટે વારંવાર સાબુથી હાથ ધોવા, ખાંસી કે છીંક ખાતી વખતે રૂમાલથી મોઢા ઢાંકવુ, હાથ મિલાવવા ના બદલે ભારતીય સંસ્કૃતિને અનુરૂપ નમસ્કારનો ઉપયોગ કરવો, જાહેરમાં થૂકવું નહીં અને ખાસ ભીડભાડવાળી જગ્યાઓથી દૂર રહેવું જોઈએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments