GIRISH PARMAR – JESAWADA
મીનાક્યાર, ઝરીબુઝર્ગ, વજેલાવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના ૩ કરોડના ખર્ચે નવનિર્મિત ૩ ભવનોનું લોકાર્પણ કરતા કેન્દ્રીય આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી જશવંતસિંહ ભાભોર
દેશના વડાપ્રધાનએ કીડની કેન્સર હ્દય રોગ જેવા ગંભીર રોગો માટે ₹. ૨ લાખની જગ્યાએ ₹. ૫ લાખ સુધીની સહાય ગરીબો માટે વધારી છે. : કેન્દ્રીય આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી જશવંતસિંહ ભાભોર
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના મિનાક્યાર ગામમાં નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેમાં વજેલાવ, ઝરી, મિનાક્યાર આ ત્રણ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ત્રણ કરોડ ના ખર્ચે બનેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઉદ્દઘાટન કેન્દ્રીય આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી જસવંત ભાભોર તથા ગરબાડાના ધારાસભ્ય ચંદ્રિકા બેન.બારીયાના વરદ્દહસ્તે રીબીન કાપીને કરવામાં આવ્યું. જેમાં દાહોદના ડેપ્યુટી કલેક્ટર, ડેપ્યુટી ડી.ડી.ઓ તથા જિલ્લા આરોગ્ય અધિકારી તથા તાલુકા હેલ્થ ઓફિસર, દાહોદ તથા તાલુકા હેલ્થ ઓફિસર ગરબાડા તથા તેમની આરોગ્ય ટીમ તથા ગરબાડા તાલુકા પંચાયત પ્રમુખ, ગરબાડા ભાજપ પ્રમુખ તથા તાલુકા સભ્ય, કારોબારી સભ્ય તથા મિનાક્યાર સરપંચ તથા ઝરી, જામ્બુઆ, પાંચવાડા, ગંગારડી, જેસાવાડા, નઢેલાવ, વજેલાવ, પાટિયા, મિનાક્યાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ મેડિકલ ઓફિસર તથા આરોગ્ય કર્મચારી મેલ, ફીમેલ તથા આશાવર્કર બહેનો તથા ગામના ગામવાસીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.