GIRISH PARMAR – JESAWADA
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નઢેલાવ ગામમાં આંબલી ફળિયામાં રહેતા બુદિયાભાઈ ચુનિયાભાઈ ભુરિયાનાં ઘરે લક્ષ્મીબેન નરસિંગભાઈ કંસના વહુનિયા ઉ. વર્ષ 8 રહે. બાર કુવા ફળિયા, નઢેલાવ પોતાના મામાના ઘરે મહેમાન તરિકે રહેવા આવેલ અને સોનલબેન બુદિયાભાઈ ચુનિયાભાઈ બુદિયા ઉ. વર્ષ – 7 બંન્ને મામા – ફોનની દિકરીઓ આશરે બપોરના 01:00 કલાકે ધૂળ મહુડી ફળિયામાં આવેલ તળાવમાં નહાવા માટે ગયેલ હતા ત્યારે અચાનક આ બંન્ને બહેનો ઊંડા પાણીમાં જતા રહેતા તેમણે બચવા માટે બુમાબુમ કરતા આજુબાજુના સ્થાનિક લોકોએ તે બંન્ને બહેનોને તળાવમાંથી નીહાળી હતી પરંતુ બંન્ને બહેનોને પાણીમાંથી બહાર લાવે તે પહેલાં જ તેમનાં મોત થયા હતા. આ બંન્ને બહેનોની મોતથી નઢેલાવના આંબલી ફળિયા તથા બારના કુવા ફળિયામાં ઘેરા શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.