GIRISH PARMAR – JESAWADA
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામા તાલુકા આરોગ્ય કચેરી દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિવસની રેલીનુ આયોજન તાલુકા હેલ્થ ઓફિસર ડો.અશોક ડાભી તથા ગરબાડાના MLA ચંદ્રીકાબેન દ્વારા લીલી ઝંડી આપી ત્યારે આ રેલી ઢોલ નગારા વગાડી વ્યસન મુકતીના નારા સાથે રેલીની શરુઆત કરવામાં આવી હતી. અને તેઓ જાતે પણ રેલીમા જોડાયા હતા. આ રેલીનુ સંચાલન તાલુકા સુપરવાઈઝર એસ.આર.લબાના, કે.સી.કટીરા, ગોવિદભાઈ સોની FHS ગુડીયારબેન, મીનાકયાર PHC MO પાટીયી, RBSK MO જાબુઆ, PHC MO તથા સિદધરાજ મોરી, કીર્તન બારીયા, મહેશ નીનામા તેમજ તમામ PHC ના MPHW ભાઈઓ તથા FHW બહેનો મોટી સંખ્યામાં બેનરો લઈ રેલીમા જોડાયા. આ રેલી ગરબાડા સબ સેન્ટર થી નીકળી પોલીસ લાઈન, મેઈનબજાર, તાલુકા પંચાયત રોડ, શાક માર્કેટ, બસ સ્ટેશન રોડ, SBI બેંક રોડ વગેરે જગ્યાથી ફરી પાછી સબ સેન્ટર પર પુરી કરી. આ રેલીનો મુખ્ય હેતુ લોકોમા તમાકુથી થતા કેન્સર જેવા ભયાનક રોગથી બચવા માટે તેમજ લોકો વ્યસન નશો બંધ કરે આ તમામ લોકોમાં જન જાગૃતિ લાવવા માટેનો આ પ્રયાસ હતો.