ગરબાડા તાલુકાના નવાફળીયા ગામના બે યુવકો તેમની બાઇક ઉપર ભે ગામેથી જાનમાંથી રાત્રીના સમયે પરત તેમના ઘરે આવતા હતા તે વખતે ગરબાડા નવાફળીયા રોડ ઉપર નાળા પાસે KTM બાઇક ઉપર આવેલા બે અજાણ્યા ઇસમોએ તેમને આંતરીને ધાકધમકીઓ આપી તેમની પાસેથી ચાંદીના બે ભોરીયા ૫૦૦ ગ્રામના વજનાના તથા ચાંદીને બે અંગૂઠા તથા રોકડા ₹.૩૦૦૦/- મળી કુલ ₹.૧૬૫૦૦/- નો મુદ્દામાલ ઝૂટવી લીધેલ. પરંતુ નવાફળીયા ગામના બે યુવકોએ બૂમાબૂમ કરતાં તેમના ફળીયાના માણસો સામેથી આવી જતાં આ લુંટ કરનાર બે અજાણ્યા ઇસમો તેમની KTM કંપનીની મોટર સાઇકલ મૂકી નાસી ગયેલ છે. આ બનાવ સબંધી લુંટનો ભોગ બનનાર નવાફળીયા ગામના લલિતભાઈ સળુભાઇ ગારીએ ગરબાડા પોલીસ સ્ટેશનમાં કાયદેસર ફરીયાદ નોંધાવેલ છે.
પોલીસ વિભાગ તરફથી મળેલ માહિતી મુજબ બનેલ બનાવની વિગત એવિ છે કે, તા.૨૮/૦૫/૨૦૧૯ ના રોજ ચાંદવાણા મુકામે લલિતભાઈ સળુભાઇ ગારીના માંમાંના છોકરાના લગ્ન હોય અને તેની જાન ગરબાડા તાલુકાના ભે ગામે આવેલ હોય જે જાનમાં લલિતભાઈ સળુભાઇ ગારી તથા તેમના કાકાના છોકરા સુરેશભાઈ મોહનભાઈ ગારીનાઓ સાંજના આઠેક વાગ્યાના અરસામાં તેમની મોટર સાઇકલ નંબર GJ – ૨૦ AC – ૨૪૧૦ લઈને બંને જણ ભે ગામે લગ્નમાં ગયેલા અને ત્યાં જમી પરવારી નવાફળીયા ઘરે પરત આવવા માટે રાત્રીના ૧૧:૩૦ વાગ્યાના સુમારે ભે ગામેથી નીકળ્યા હતા અને ગરબાડા થઈ નવાફળીયા જતાં હતા તે વખતે રાત્રીના આશરે ૧૨.૧૫ વાગ્યાના સુમારે ગરબાડા નવાફળીયા રોડ ઉપર નાળા પાસે એક મોટર સાઇકલ ઉપર આવેલા બે અજાણ્યા ઇસમો તેમની પાસે આવી તેમની મોટર સાઇકલ ઊભી રખાવી લલિતભાઈ સળુભાઇ ગારી તથા સુરેશભાઈ મોહનભાઈ ગારીને કહેલ કે તમારી પાસે જે કઈ દાગીના કે રૂપિયા હોય તે આપી દો નહીંતો તમોને જાનથી મારી નાંખીશું તે રીતની ધાકધમકીઓ આપી લલિતભાઈને લાકડીનો ગોદો છાતીના ભાગે મારી ધોલઝાપડ કરી લલિતભાઈના બંને હાથમાં પહેરેલ ૫૦૦ ગ્રામના વજનાના ચાંદીને બે ભોરિયા જેની કિં.રૂ।.૧૨૦૦૦/- તથા ચાંદીને બે અંગૂઠા જેની કિં.રૂ।.૧૦૦૦/- તથા રોકડા રૂ।.૩૦૦૦/- મળી કુલ કિં.રૂ।.૧૬૫૦૦/- બળજબરીથી ઝુટવી લીધેલ જેથી લલિતભાઈએ તથા સુરેશભાઈએ બુમાબુમ કરતાં તેમના ફળીયાના માણસો ગરબાડા ગામે લગ્નમાં હોય તેમને ફોન કરતાં સામેથી આવી જતાં આ લુંટ કરનાર બંને જણા તેમની પાસેની KTM કંપનીની કાળા અને કેશરી રંગની મોટર સાઇકલ મુકી નાસી ગયેલ. આ લુંટ કરનાર બંને જણાએ પેન્ટ શર્ટ પહેરેલ હતા અને આશરે ૨૦ થી ૨૫ વર્ષના હતા અને આ બનાવ બનતા પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે આવી ગયેલ અને આ KTM મોટર સાઇકલને ગરબાડા પોલીસ સ્ટેશનમાં લાવી લુંટનો ભોગ બનનાર લલિતભાઈ સળુભાઇ ગારીની ફરીયાદના આધારે ગરબાડા પોલીસે વધુ તપાસ હાથ ધરેલ છે. તે બાબતે વધુ તપાસ કરતા સદર લુંટના ગુન્હામાં વપરાયેલ KTM મોટર સાઇકલ ધાનપુર તાલુકાના નળુ ગામેથી તા.૧૮/૦૫/૨૦૧૯ ના રોજ ચોરી થયેલ હતી. ધાનપુર પોલીસ સ્ટેશનમાં અને તા.૨૨/૦૫/ર૦૧૯ ના રોજ ફ/૦૦૪૩/૨૦૧૯ થી આ KTM મોટર સાઇકલ ચોરી બાબતની ફરીયાદ પણ નોંધાયેલ છે તેમ ગરબાડા પોલીસની પ્રાથમિક તપાસમાં ખૂલ્યું હોવાનું જાણવા મળેલ છે.