આજે તા.૦૪/૦૩/૨૦૨૩ ને શનિવારના રોજ શ્રી વિવેકાનંદ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, ગરબાડા ખાતે વિદ્યાર્થીઓનો વાર્ષિક ઉત્સવ અને ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભનુ આયોજન રાખવામાં આવેલ હતું.
જેમાં વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના સ્વાગત ગીત અને મહેમાનોનો શાબ્દિક સ્વાગત નીલકંઠ ઠક્કર દ્વારા કરવામાં આવેલ હતો ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સાલ અને બુકે દ્વારા સન્માન કરવામાં આવેલ હતો શાળાના વિવિધ શિક્ષકો દ્વારા બાળકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ હતો. શાળાના આચાર્ય મનુભાઈ દ્વારા બાળકોને ઉતરોતર પ્રગતિ કરી ધોરણ 10 અને 12 માં સારું પરિણામ મેળવે તેવી શુભેચ્છાઓ આપેલ હતી સમગ્ર બાળકો દ્વારા વિવિધ સાસ્કૃતિક કાર્યક્રમ કરી કાર્યક્રમની શોભા વધારી હતી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડી.બી. ગોહિલ દ્વારા કરવામાં આવેલો હતો, અંતે સર્વે ભેગા મળી ટીમલી અને જમણવાર કરીને છૂટા પડેલા હતા.
ગરબાડાની શ્રી વિવેકાનંદ માધ્ય. અને ઉ. માધ્ય. શાળામાં વાર્ષિકોત્સવ અને ધો. – ૧૦ અને ૧૨ નો વિદાય સમારંભની ઉજવણી કરવામાં આવી
RELATED ARTICLES