
GIRISH PARMAR -JESAVADA

PRIYANK CHAUHAN – GARBADA
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ ક્ષય (ટી.બી ) દિવસ નિમિતે રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગરબાડા તાલુકા હેલ્થ ઓફિસર ડો.અશોક ડાભી દ્વારા લીલી ઝંડી આપી રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું તેમજ સુપરવાઇઝર કે.સી.કટારા, STLS ભીમભાઈ નળવાયાં, STS ભાવેશભાઈના માર્ગદર્શન હેઠળ આ રેલી ગરબાડાના અનેક વિસ્તારોમાં ફરી રેલીમાં ગરબાડા, ગાંગરડી, મિનાક્યાર, જામ્બુઆ, ઝરી, પાંચવાડા આ તમામ પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઓફિસર સુપરવાઈઝર, MPHW, FHW બહેનો આ રેલીમાં પ્લે-કાર્ડ તથા બેનર સાથે જોડાયા હતા.
આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં ટીબી જેવા ગંભીર રોગ વિશે જનજાગૃતિ આવે તેમજ ૨૦૨૫ સુધીમાં ટીબી મુક્ત ભારત દેશ બને તેવો હતો.


