NewsTok24 – Priyank Chauhan – Garbada
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુલક્ષીને ગરબાડા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે સવારે 12:૦૦ કલાકે ગરબાડા મેન બજારમાં જાહેરસભા યોજવામાં આવી હતી. જેમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્યનામાજી મુખ્ય મંત્રી અને ગુજરાત વિધાનસભાના હાલના વિરોધ પક્ષના નેતા માન.શ્રી શંકરસિંહ વાઘેલા (બાપુ) ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને શંકરસિંહ વાઘેલાનું ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.