PRIYANK CHAUHAN – GARBADA
વિધાનસભાની ચુંટણીના બીજાચરણના મતદાનને હવે ગણતરી ના કલાકો બાકી રહ્યા છે ત્યારે ચૂંટણી પ્રચારના પડઘમ બંધ થવાના અંતિમ દિવસે એટલે કે આજ તા.૧૨/૧૨/૨૦૧૭ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ગરબાડા ખાતે મેઇન બજારમાં મધ્યપ્રદેશના સાંસદ જ્યોતિરાદિત્ય સિંધીયાએ ભારે જંગી જનમેદનીને સંબોધી હતી અને ભાજપ ઉપર તથા નરેન્દ્ર મોદી ઉપર આકરા પ્રહારો કરી જણાવ્યુ હતું કે, મને યાદ છે પાંચ વર્ષ પહેલા હું વિધાન સભાની ચૂંટણીમાં કોંગ્રેસના પ્રચારમાં હું ગરબાડા આવ્યો હતો અને તે વખતે જનતાને નિવેદન કર્યું હતું કે, આ મહિલા (ચંદ્રિકાબેન) ના હાથ તમે મજબૂત કરો, આ મહિલા તમારી લડાઈ લડશે, તમારો આવાજ ઉઠાવશે, વિકાસ અને પ્રગતિના માર્ગો ખુલ્લા કરશે. આજે મને મારી વાતનો ગર્વ છે કે મે કીધું હતું તેના કરતાં પણ ચંદ્રિકાબેને વધારે કર્યું છે.
હું ગરબાડા માટે ગુજરાત માટે કોંગ્રેસનો નેતા નથી પૂર્વ મંત્રી નથી સાંસદ નથી, હું ગુજરાતનો જમાઈ છું જમાઈ. આ એ ગુજરાત છે જે ગુજરાતે તેનો ડંકો માત્ર દેશમાં જ નહીં પૂરા વિશ્વમાં વગાડયો છે તે ગુજરાતની પરછમ જેમાં તમામ સમાજ છે તે ગુજરાતનો પરછમ એક વ્યક્તિની બફોતી નથી, એક પક્ષની બફોતી નથી, જો ગુજરાતનો પરછમ લહેરાય છે તો સડા છ કરોડ ગુજરાતીઓના મહેનતના આધારે લહેરાય છે.
ગુજરાતના વિકાસની વાત કરો છો પણ યાદ રાખજો જ્યારે ક્ષેત્રનો વિકાસ થાય છે, રાજ્યનો વિકાસ થાય છે પ્રદેશનું નિર્માણ થાય છે ત્યારે ઇતિહાસને ગવાહ રાખવું જોઈયે. ગુજરાતનો વિકાસનો ઇતિહાસ, પ્રગતિનો ઇતિહાસ ચીમનભાઈ પટેલની સરકાર હતી ત્યારે 17 ટકા ઘરેલુ ઉત્પાદનનો દર હતો ગુજરાતમાં. માધવસિંહ સોલંકીની સરકારમાં 15 ટકા દર હતો ગુજરાતમાં. હાલમાં જ્યારે મોદીજી,આનંદીબેન, વિજય રૂપાણીની સરકાર આવી છે ત્યારે માત્ર 6.5 ટકાથી ગુજરાત સીમિત થઈ ગયું છે. ગુજરાતના દેવાનો બોજ સને 1995 માં માત્ર 10 કરોડ હતું. 22 વર્ષ ભાજપ સરકારને થયા મતલબ 10 હજાર કરોડનું ઋણ વધારીને 22 ગણું બે લાખ ત્રીસ હજાર કરોડ રૂપિયા કરીને છોડી દીધું તે રૂપિયા કોના ખિસ્સામાં ગયા. મોદીજી તો મુંબઈથી અમદાવાદ બુલેટ ટ્રેન દોડાવવા માંગે છે પણ બુલેટ ટ્રેન આવશે કે નહીં તે ખબર નથી પરંતુ ખાતર, બીજ, વીજળી, સિંચાઇનો ભાવ બુટેલ ટ્રેનની સ્પીડથી પણ વધારે વધી રહ્યો છે. આમ ઇન્સાન પસ્ત, કિસાન ગ્રસ્ત અને મોદીજી વિદેશમાં મસ્ત.