PRIYNK CHAUHAN GARBDA
પૂજ્ય શ્રી ભગવાન દત્તાત્રેયની જન્મજયંતિ નિમિતે આજરોજ તારીખ.૧૩/૧૨/૨૦૧૬ ના રોજ ગરબાડા ખાતે આવેલ શ્રી રંગ કુટીર ઉપર શ્રી દત્તાત્રેય ભગવાનની જન્મજયંતિની ઉત્સાહભેર ઉજવણી શ્રી રંગ અવધૂત પરિવાર ગરબાડા દ્વારા કરવામાં આવી હતી.
શ્રી દત્તાત્રેય ભગવાનની જન્મજયંતિ ઉજવણી નિમિતે આજરોજ સવારે ૫:૦૦ કલાકે શ્રી ગણેશ મંદિરથી ગરબાડા નગરમાં પ્રભાત ફેરી કાઢવામાં આવી હતી ત્યારબાદ શ્રી રંગ કુટીર ઉપર સવારે ૮:૩૦ કલાકે પાદુકા પૂજનનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો. પાદુકા પૂજનનો કાર્યક્રમ પૂરો થયા બાદ સવારે ૧૦:૩૦ કલાકે દત્તયાગ (દત્ત યજ્ઞ) રાખવામા આવ્યો હતો અને સાંજે પાંચ વાગ્યે દત્તયાગની પૂર્ણાહુતિ તથા આરતી બાદ ભોજન પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રી દત્તાત્રેય ભગવાનની જન્મજયંતિની ઉજવણીમાં મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા અને સમગ્ર કાર્યક્રમનો ઉત્સાહભેર લ્હાવો લીધો હતો જે તસવીરમાં નજરે પડે છે.