PRIYANK CHAUHAN – GARBADA
આજરોજ તારીખ.૨૭/૦૫/૨૦૧૭ શનિવારના રોજ સવારે નવ કલાકે રેપિડ એકશન ફોર્સના ડે.કમાન્ડિગ ઓફિસર બલબીરસીંઘ સહિત તેમની એક પ્લાટૂન ટુકડીના જવાનોએ ગરબાડા પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી અને આગામી દિવસોમાં આવતા ધાર્મિક તહેવારોને તેમજ આગામી સમયમાં યોજાનાર ચૂંટણીને લક્ષમાં રાખી ગરબાડા નગરમાં તેમજ તાલુકામાં શાંતિમય વાતાવરણ બની રહે અને કોઈપણ જાતનો અનિચ્છનિય બનાવ ન બને તથા પોલીસ અને પ્રજા વચ્ચે સારા સંબંધો જળવાઈ રહે તેવા હેતુસર ગરબાડા નગરની ભૌગોલિક પરિસ્થિતી વિષે તેમજ સંવેદનશીલ વિસ્તારો વિષે વિસ્તૃત માહિતી મેળવી હતી અને ત્યારબાદ ગરબાડા નગરમાં ફ્લેગમાર્ચ યોજી હતી જે ફ્લેગમાર્ચમાં રેપિડ એકશન ફોર્સના જવાનોની સાથે ગરબાડા પી.એસ.આઈ. આર.બી. કટારા તથા સ્થાનિક પોલીસના જવાનો પણ જોડાયા હતા.
ગરબાડા તાલુકો મધ્યપ્રદેશ રાજ્યને અડીને આવેલ હોવાથી રેપિડ એકશન ફોર્સના જવાનોએ ગરબાડા નજીક આવેલ મધ્યપ્રદેશ રાજ્યને જોડતી મિનાકયાર બોર્ડરની પણ મુલાકાત લીધી હતી. જે પ્રસ્તુત તસવીરોમાં નજરે પડે છે.