આજ રોજ દાહોદ જિલ્લાના ગરબાડામાં અચાનક વાવાઝોડા સાથે વરસાદ વરસતા ગરબાડા મામલતદાર ઓફિસ પાસે આવેલ એક વૃક્ષ મામલતદાર ઓફીસની કમ્પાઉન્ડ વોલ તથા ત્યાંથી પસાર થતી વીજ લાઈન ઉપર પડતા કમ્પાઉન્ડ વોલની સાથે સાથે બે વીજ પોલ પણ તૂટી જતા નુકશાન થયેલ છે. વીજ પોલ તૂટી જતા વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો. આ ઘટના બનતા વીજ કંપનીના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરેલ છે. જ્યારે સાંજના સમયે ફરી અચાનક વાવાઝોડા સાથે વરસાદ વરસતા મઢી ફળીયા વિસ્તાર માં નિલગિરીનું તોતિંગ ઝાડ વીજ પોલ ઉપર ધરાશાયી થતા બીજા ત્રણ વીજ પોલ પડી ગયેલ છે અને નીલગિરીનું ઝાડ રસ્તા ઉપર પડતા રસ્તો બંધ થઈ જતા મઢી ફળિયાના લોકોએ ઝાડ કાપી રસ્તો ચાલુ કર્યો હતો. દાહોદ – ગરબાડા હાઇવે ઉપર પણ વૃક્ષ પડતા દાહોદ – ગરબાડા હાઇવે આંશિક બંધ રહ્યો હતો. ગરબાડા મામલતદાર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે ઘસી આવી હાઇવે ઉપર પડેલ વૃક્ષ કપાડી હાઇવે ચાલુ કરાવ્યો હતો. સદનસીબે આ સમગ્ર ઘટનાઓમાં કોઈપણ જાતની જાનહાની થઇ નથી.
દાહોદ જિલ્લાના ગરબાડામાં વાવાઝોડા સાથે વરસાદ વરસતા પ વૃક્ષો તથા પ વીજળીના થાંભલા થયા ધરાશાઈ
RELATED ARTICLES