PRIYANK CHAUHAN – GARBADA
હિન્દુ ધર્મમાં પવિત્ર શ્રાવણ માસનો અનેરો અને વિશેષ મહિમા છે તેમાય શ્રાવણ માસના સોમવારનું ખાસ મહિમા છે.
ગરબાડા નગરના શિવભક્તો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આજરોજ પવિત્ર શ્રાવણ માસના ચોથા સોમવારે કાવડયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કાવડિયાઓ તેમજ શિવભક્તો કાવડયાત્રામાં જોડાયા હતા.
દેવધા ખાણ નદી સ્થિત શિવ મંદિરેથી કાવડોમાં જળ ભરીને કાવડ યાત્રા પ્રસ્થાન કરી ગરબાડા તળાવ કિનારે આવેલ ટેકરી ઉપર બિરાજમાન રામનાથ મહાદેવ મંદિરે આવી કાવડિયાઓ દ્વારા શિવલિંગ ઉપર કાવડના જળ દ્વારા જળાભિષેક કરી કાવડયાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું અને હર હર મહાદેવના નાદ સાથે વાતાવરણ ભક્તિમય બન્યું હતું.
આજરોજ શ્રવણ માસના ચોથા સોમવાર નિમિતે ભગવાન શિવજીની શોભાયાત્રા પણ ગરબાડા નગરમાં કાઢવામાં આવી હતી. જે તસ્વીરોમાં નજરે પડે છે.