PRIYANK CHAUHAN – GARBADA
શ્રાવણ સુદ સાતમને શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે. શીતળા સાતમનું વ્રત સ્ત્રીઓ પોતાના સંતાન અને પરિવારની સુખાકારી માટે કરતી હોય છે.
શીતળા સાતમના આગલા દિવસે એટલે કે રાંઘણ છઠના દિવસે રસોઈ તૈયાર કરી ચૂલાની પૂજા કરવામાં આવે છે. જ્યારે સાતમના દિવસે સવારમાં શીતળા માતાનું પૂજન કરવાનું મહિમા હોય છે. શીતળા સાતમના દિવસે ઘરની સ્ત્રીઓ સવારમાં ઠંડા દૂધ, દહી, જળ, ચંદન, ચોખા, કંફુ વીગેરે દ્રવ્યોથી શીતળા માતાની પૂજા કરે છે અને ત્યાર બાદ પરિવાજનો રાંધણ છઠના દિવસે બનાવેલું ઠંડુ ભોજન આરોગતા હોય છે અને દિવસ દરમિયાન ઠંડુ ભોજન કરી સ્ત્રીઓ શીતળા સાતમની વ્રત કથા સાંભળતી હોય છે જ્યારે કેટલાક પરિવારોમાં આ તહેવાર શ્રાવણ વદ સાતમના દિવસે પણ કરવામાં આવે છે.
ગરબાડામાં શીતળા સાતમ નિમિતે રામનાથ તળાવના ઘાટ ઉપર શીતળા માતાની પૂજા કરતી સ્ત્રીઓ તથા બીજી તસવીરમાં શીતળા માતા – બળિયાદેવ મંદિર નજરે પડે છે.