PRIYANK CHAUHAN – GARBADA
મહા સુદ પુર્ણિમા એટલે ડાંડા રોપી પૂનમ, આજના દિવસે હોળીના પર્વની પૂર્વ તૈયારીના ભાગ રૂપે હોળીના ડાંડાની વિધિવત રોપણી કરવામાં આવતી હોય છે. આજરોજ ગરબાડા ખાતે પણ સાંજે પાંચ વાગ્યાના સુમારે હોળી ચકલા મેદાનમાં શુભ ચોઘડિયામાં હોળીના ડાંડાની બ્રાહ્મણ દ્વારા પૂજા વિધિ કરી પુંજારાઓના હસ્તે હોળીના ડાંડાની રોપણી કરવામાં આવી હતી. જે તસવીરમાં નજરે પડે છે.
ફાગણ સુદ પૂનમના દિવસે હોળીકા દહન કરવામાં આવશે.