Sunday, April 6, 2025
Google search engine
HomeGarbada - ગરબાડાગરબાડા ખાતે રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે પિકઅપ ગાડીની ટક્કરે મોટરસાયકલ પર પાછળ...

ગરબાડા ખાતે રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે પિકઅપ ગાડીની ટક્કરે મોટરસાયકલ પર પાછળ બેઠેલ મહિલાનું વડોદરા ખાતે સારવાર દરમિયાન મોત નીપજયું

PRIYANK CHAUHAN – GARBADA

 

 

THIS NEWS SPONSORED BY: RAHUL MOTORS

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના મુખ્ય મથક ગરબાડા ખાતે રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે પિકઅપ ગાડી અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા મોટરસાયકલ સવાર મહિલાનું સારવાર દરમિયાન વડોદરા ખાતે મોત નીપજેલ છે જ્યારે મોટરસાયકલ ચાલક તથા તેમના બે બાળકોને નાનીમોટી ઇજાઓ થતાં તેમણે સારવાર અર્થે દાહોદ દાખલ કરેલ છે. આ અકસ્માત બાબતે મૃતકના કાકા સસરાએ ગરબાડા પોલીસ સ્ટેશનમાં આ અકસ્માત સબંધી ફરિયાદ નોંધાવેલ છે.

પ્રાપ્ત વિગત અનુસાર, તારીખ.૦૬/૦૫/૨૦૧૮ ના રોજ મધ્યપ્રદેશના વરઝર ગામના પ્રદીપભાઈ રામસિંગભાઈ પરમાર તેમની મોટરસાઇકલ નંબર MP.11.MD.6328 ઉપર તેમની પત્ની નામે મમતાબેન તથા તેમના બે બાળકો સાથે ગરબાડા તાલુકાના બોરીયાલા ખાતે લગ્ન પતાવી પરત વરઝર તેમના ઘરે જતાં હતા તે સમયે સવારના સાડા છ વાગ્યા અરસામાં ગરબાડા ખાતે રીલાયન્સ પેટ્રોલ પંપ નજીક ગરબાડા થી દાહોદ તરફ જતી GJ.20.V.8956 નંબરની એક પીકઅપ ગાડીના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે પોતાનું વાહન હંકારી લાવી પ્રદીપભાઈ પરમારની મોટરસાયકલને ટક્કર મારી નીચે પાડી દઈ અકસ્માત સર્જી નાસી ગયેલ.

આ અકસ્માતમાં મોટર સાઇકલ ચાલક પ્રદીપભાઈને જમણાં પગમાં તથા માથાના ભાગે તથા ડાબા હાથે તથા કપાળમાં આંખની બાજુમાં તથા કમરના ભાગે ઇજાઓ થયેલ જ્યારે મોટર સાઇકલ ઉપર સવાર પ્રદીપભાઈ પત્ની મમતાબેનને માથામાં તથા કમરના ભાગે ગંભીર ઇજાઓ થયેલ તેમજ તેમના બે બાળકોને શરીરે નાની મોટી ઇજાઓ થતાં ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન કરતાં ૧૦૮ આવી જતાં તેમાં તેઓને બેસાડીને દાહોદ હાડા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરેલ. જ્યારે પ્રદીપભાઈની પત્ની મમતાબેનને વધુ ઈજા હોવાને કારણે ડોક્ટરે તેમને વડોદરા લઈ જવાનું કહેતા મમતાબેનને દિપકભાઇ તથા રમેશભાઈ વડોદરા દવાખાને લઈ ગયેલા ત્યાં વડોદરા ખાતે મમતાબેનનું સારવાર દરમિયાન મોત નીપજેલ છે.

આ અકસ્માત બાબતે મૃતકના કાકાસસરા નામે બાબુભાઈ પ્રેમલાભાઈ પરમારે ગરબાડા પોલીસ સ્ટેશનમાં પીકઅપ ગાડીના ચાલક સામે ફરિયાદ નોંધાવતાં ગરબાડા પોલીસે ગરબાડા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૩૨/૧૮ ઇ.પી.કો.કલમ. ૨૭૯, ૩૦૪(અ), એમ.વી.એક્ટ.૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબ પીકઅપ ગાડીના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments