PRIYANK CHAUHAN – GARBADA
ગરબાડા નગરમાં આવેલ શ્રી રામજી મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ નગરજનોના સહયોગથી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ (શ્રીમદ્દ ભાગવત કથા)નું આજ તા.૩૦/૦૮/૨૦૧૭ ના રોજથી તા.૦૬/૦૯/૨૦૧૭ સુધી આયોજન કરવામાં આવેલ છે. જેમાં આજરોજ બપોરનાં ત્રણ કલાકે ભરતભાઈ ભોંકણનાં ત્યાંથી પોથી પધરાવવામાં આવેલ હતી.
કથાનું રસપાન શાસ્ત્રી રૂષીકુમારજી જોષીના મધુર કંઠે કરાવવામાં આવી રહ્યું છે અને કથાનો સમય બપોરના ૦૧:૩૦ થી સાંજના ૦૫:૦૦ વાગ્યાનો રાખવામાં આવેલ છે. તા.૦૩/૦૯/૨૦૧૭ રવિવારના રોજ સાંજના ૦૪:૦૦ કલાકે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ઉજવવામાં આવશે.
શ્રીમદ્દ ભાગવતમાં કહેવામાં આવ્યું છે કે “જે ફળ તપ, યોગ, અને સમાધિથી પણ પ્રાપ્ત નહીં થઈ શકે તે ફળ ભાગવત કથા શ્રવણમાં જ પ્રાપ્ત થઈ જાય છે.”