PRIYANK CHAUHAN – GARBADA
ગરબાડા ગામમાં ૧૭ વર્ષીય હિન્દુ યુવતી સાથે મુસ્લિમ યુવક પ્રેમસંબંધ ધરાવતો હતો અને તે યુવકે આ યુવતીને હવે પછી બોલવું નહી તેવું કહેતા અને આ યુવકની માતાએ યુવતીને બોલાવી લાફા મારી દેતા તે યુવતીને મનમાં લાગી આવતા આ યુવતીએ પોતાના ઘરમાં જઈ ગળામાં દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ગરબાડામાં ભારે ચકચાર મચી જવા પામેલ છે. આ બનાવ સંદર્ભે યુવતીને માનસિક તથા શારીરિક ત્રાસ આપી આત્મહત્યા માટે દુષ્પ્રેરણાં આપનાર મુસ્લિમ યુવક તથા તે યુવકની માતા વિરુદ્ધ મૃતક યુવતીની વિધવા માતાએ ગરબાડા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરીયાદ નોંધાવેલ છે.
પોલીસ સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર, અમદુબેન કિશોરભાઈ બિલવાળની વિધવા ગરબાડાના ગારીવાડ વિસ્તારમાં તેમના બાળકો સાથે રહે છે અને તેમને સંતાનમાં એક છોકરો તથા ચાર છોકરીઓ છે. અમદુબેન તેમની ૧૭ વર્ષીય સગીર પુત્રી પ્રેમિલાબેન સાથે તારીખ.૦૮/૦૬/૨૦૧૭ ના રોજ સવારે નવ વાગ્યાના અરસામાં ગરબાડા તળાવ પાસે હતા તે સમયે તેમના ઘર નજીક રહેતા કૌશરબેન અલ્લાહરખા શેખ તથા તેમનો છોકરો અલ્તાફભાઈ અલ્લાહરખા શેખનાઓએ અમદુબેનની પુત્રી પ્રેમિલાને બોલાવી કૌશરબેને પ્રેમિલા કહેલ કે તું મારા છોકરા અલ્તાફ સાથે કેમ પ્રેમસંબંધ ધરાવે છે અને અમે ઘાંચી જાતના માણસો છીએ અને તમે આદિવાસી હિન્દુ જાતના માણસો છો જેથી બંને સમાજમાં સારું નહીં લાગે તેવું કહેતા પ્રેમિલાએ કહેલ કે, તમારો છોકરો અલ્તાફ મારી સાથે પ્રેમસંબંધ ધરાવે છે અને તે મારી પાછળ પડે છે જેમાં મારો વાંક નથી તેવું કહેતા કૌશરબેન એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને ગુસ્સાના આવેશમાં આવી પ્રેમિલાને કહેવા લાગેલ કે તું મારા છોકરાને ફસાવે છે તેમ કહી કૌશરબેને તથા અલ્તાફે પ્રેમિલાના વાળ પકડી કૌશરબેને બે-ત્રણ લાફા મોઢા ઉપર મારેલા તે પછી અલ્તાફે કહેલ કે મારે પ્રેમિલા તારી સાથે કોઈ સંબંધ રાખવો નથી તેવું કહેલ જેથી બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં પ્રેમિલાને મનમાં લાગી આવતા પ્રેમિલા દોડતી દોડતી પોતાના જૂના ઘરે આવેલ અને ઘરમાં જઈ ગળામાં દોરડું બાંધી ઘરના સરા સાથે છેડો બાંધી ગળે ફાંસો ખાઈ લેતા અમદુંબેનની બીજી છોકરી લક્ષ્મીએ બૂમાબૂમ કરતાં અમદુંબેન તથા આજુબાજુના માણસો પણ આવી જતાં પ્રેમિલાને ઊંચી કરી દોરડું કાપી નીચે ઉતરતા પ્રેમિલા જીવતી હોય અને તેના મોઢામાંથી થૂક જેવુ બહાર આવી જતાં તે બેભાન થઈ ગેયલ જેથી પ્રેમિલાને તાત્કાલિક રીક્ષામાં બેસાડી ગરબાડા સરકારી દવાખાને લઈ ગયેલ. ગરબાડા સરકારી દવાખાનાના ડોક્ટરે પ્રેમિલાની પ્રાથમિક સારવાર કરી પ્રેમિલાને ૧૦૮ વાનમાં તાત્કાલિક દાહોદ અનાજ માર્કેટ સામે આવેલ ડોક્ટર હિતેન્દ્ર ઠાકોરના ‘નાયક હોસ્પિટલ’ માં લઈ જઈ વધુ સારવાર માટે દાખલ કરતા પરંતુ પ્રેમિલા કઈ બોલેલી નહીં અને બેભાન અવસ્થામાં રહેલી તે પછી સારવાર દરમ્યાન રાત્રીના અગીયાર વાગે પ્રેમિલાનું મરણ થયેલ છે. ૧૭ વર્ષીય યુવતી આત્મહત્યા કરી લેતા તેના મોતથી મૃતકના પરિવારમાં ભારે ગમગીની પ્રસરી ગયેલ છે.
આ બનાવ સંદર્ભે મૃતક પ્રેમિલાબેનની વિધવા માતા અમદુંબેને ગરબાડા પોલીસ સ્ટેશનમાં કૌશરબેન અલ્લાહરખા શેખ તથા તેમનો છોકરો અલ્તાફભાઈ અલ્લાહરખા શેખ વિરુદ્ધ ફરીયાદ નોંધાવતાં ગરબાડા પોલીસે ગરબાડા ફ.ગુ.ર.નં. ૫૭/૨૦૧૭ ઇ.પી.કો.કલમ. ૩૦૬, ૩૨૩, ૫૦૪, ૧૧૪ તથા એક્ટ્રોસીટી એક્ટ કલમ.3,(૨)(૫એ), ૩,(૨)(૫) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.