દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના મુખ્ય મથક ગરબાડા ગ્રામ પંચાયત ભવનના બાંધકામમાં હલકી કક્ષાનો માલસામાન વપરાતો હોવાનું ધ્યાનમાં આવતા બાંધકામની કામગીરી ગરબાડા માજી સરપંચ દ્વારા બંધ કરાવાઈ. ગ્રામ પંચાયત ભવનના બાંધકામમાં વપરાતો માલસમાન હલકી કક્ષાનો હોવાનું નગરજનોને ધ્યાનમાં આવતા નગરજનોએ તથા માજી સરપંચે ગરબાડા તલાટીને રજૂઆત કરી બાંધકામની કામગીરી બંધ કરાવી.
ગરબાડામાં તાલુકા કુમાર શાળાની સામે તરફ પાણીના ટાંકા પાસે આવેલું જૂની પંચાયતનું મકાન તોડીને તે જગ્યા ઉપર અંદાજીત સત્તર લાખના રૂપિયાના ખર્ચે નવું ગ્રામ પંચાયત ભવન બનાવવાની કામગીરી તા.૦૯/૦૫/૨૦૧૯ ના રોજથી ચાલી રહી છે. પરંતુ ગરબાડા ગ્રામ પંચાયત ભવનના બાંધકામમાં માલસમાન હલકી કક્ષાની ગુણવત્તાવાળો વપરાતો હોવાનું નગરજનો તથા ગરબાડા માજી સરપંચને ધ્યાનમાં આવતા તેમના દ્વારા ગરબાડા ગ્રામ પંચાયતના તલાટી મહેન્દ્રભાઈ ગોહિલને જાણ કરવામાં આવતા તલાટી મહેન્દ્રભાઈ ગોહિલનાઓએ બાંધકામની સાઇટ ઉપર જઈને જોતાં બાંધકામમાં વપરાતી રેતી તથા ઈંટો બિલકુલ હલકી કક્ષાની તથા હલ્કી ગુણવત્તાવાળી વપરાતી હોવાનું માલૂમ પડતાં ગરબાડા તલાટી સાહેબે આ બાબતે આર.એન્ડ.બી ના ના.કા. સાહેબને જાણ કરી તાત્કાલીક અસરથી નવીન ગ્રામ પંચાયત ભવનના બાંધકામની કામગીરી હાલ પૂરતી બંધ કરાવી દેવામાં આવી છે.
Version > > મહેન્દ્રભાઈ ગોહિલ, તલાટી, ગ્રામ પંચાયત ગરબાડા > > આજરોજ ગામલોકોની રજૂઆત આવતા જે ગ્રામ પંચાયત કચેરીનું નવીન બાંધકામ શરૂ છે તે સ્થળની મુલાકાત લેતા ત્યાં હલ્કી કક્ષાનું મટિરિયલ જોવાતા ઈંટો તથા રેતી તો આ યોજનાના આર.એન્ડ.બી ના ના.કા. સાહેબને ફોન કરી તાત્કાલીક અસરથી કામ હાલ બંધ કરાવેલ છે. અને સારી ગુણવત્તાની ક્વોલિટીવાળો માલ લાવી ફરીથી કામ શરૂ કરવા સાહેબ દ્વારા સૂચના અપાવેલ છે.