ચોમાસાની ઋતુ ચાલતી હોવા છતાં ગરબાડા પંથકમાં અત્યાર સુધી માત્ર 197 મીમી વરસાદ પડ્યો છે. ઓછા વરસાદના કારણે હાલમાં ગરબાડા પંથકમાં પીવાના તથા વાપરવાના પાણીની સમસ્યા વર્તાઇ રહી છે. વરસાદ ઓછો પડવાના કારણે મકાઇના તથા અન્ય પાકને પણ નુકશાન થાય તેવી ભીતિ સેવાઇ રહી છે.
આગામી દિવસોમાં ગરબાડા પંથકમાં મેઘમહેર થાય તે માટે સારા વરસાદની અપેક્ષાએ ગરબાડામાં (તળાવની પાળ ઉપર આવેલ) ચામુંડા માતાજીના મંદિરે ગરબાડાના નગરજનો દ્વારા ગત રોજ પર્જન્ય યજ્ઞ કરવામાં આવ્યો હતો. જે તસવીરમાં નજરે પડે છે.