ગરબાડા તાલુકાનાં ગુલબાર ગામે તળાવમાં નાહવા પડેલા ગુલબાર ગામના એક આઠ વર્ષીય છોકરાનું તળાવના ઊંડા પાણીમાં ડૂબી જવાથી મોત થયેલ છે. જે બાબતે મૃતકના કાકા પ્રતાપભાઈ હેમચંદભાઈ મંડોડે ગરબાડા પોલિસ સ્ટેશનમાં જાણ કરેલ છે.
પોલિસ સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ બનાવની વિગત આવી છે કે, તારીખ.31/03/2016 ના રોજ બપોરના સમયે ગુલબાર ગામના હોળી ફળિયાના રહીશ આઠ વર્ષીય શૈલેષભાઈ ભુરાભાઈ મંડોડ ગુલબાર ગામના તળાવમાં નાહવા ગયેલ હતા જેઓ તળાવના ઊંડા પાણીમાં અકસ્માતે ડૂબી જતાં શૈલેષભાઈ ભુરાભાઈ મંડોડનું મરણ થયેલ છે.
આ બાબતે મૃતક શૈલેષભાઈ ભુરાભાઈ મંડોડના કાકા પ્રતાપભાઈ હેમચંદભાઈ મંડોડે ગરબાડા પોલિસ સ્ટેશનમાં જાણ કરતાં ગરબાડા પોલિસે ગરબાડા પો.સ્ટે.અ.મોત નં.2/16 સીઆરપીસી કલમ.174 મુજબ નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે.