ખેલ મહાકુંભ ૨૦૧૫ અંતર્ગત યશવાટિકા ઉત્તર બુનિયાદી વિદ્યામંદિર જેસાવાડા ખાતે તાલુકા કક્ષાના ખેલ મહાકુંભ ૨૦૧૫ નું તારીખ.૨૧/૦૧/૨૦૧૬ થી તારીખ.૨૩/૦૧/૨૦૧૬ દરમ્યાન આયોજન કરવામાં આવ્યું હતું.
આ તાલુકા કક્ષાના ખેલ મહાકુંભ ૨૦૧૫ અંતર્ગત કુલ ૮ જેટલી રમતોનું આયોજન અલગ અલગ સ્કૂલોમાં કરવામાં આવ્યુ હતું જેમાં ચેસ અને યોગાસનનું આયોજન જે.કે.એમ.તન્ના હાઇસ્કૂલ ગાંગરડી ખાતે કરવામાં આવ્યું હતું તથા એથ્લેટિક્સ, રસ્સાખેંચ રમતોનું આયોજન આદિવાસી સેકન્ડરી સ્કૂલ બોરિયાલા ખાતે કરવામાં આવ્યું હતું તેમજ વોલીબોલ, શૂટિંગ બોલ, કબ્બડી,ખોખો, ભાઈઓ-બહેનોની રમતોનું આયોજન યજમાન શાળા યશવાટિકા ઉત્તર બુનિયાદી વિદ્યામંદિર જેસાવાડા ખાતે કરવામાં આવ્યું હતું.
આ બધી રમતોમાં ખેલાડીઓએ વયજુથ પ્રમાણે ઉત્સાહભેર ભાગ લઈ પોતાનું કૌશલ્ય બતાવ્યુ હતું અને વયજુથ પ્રમાણેની રમતોમાં વિજય બની આગામી તારીખ.૨૭/૦૧/૨૦૧૬ થી યોજાનાર જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભમાં ભાગ લેવા જશે.
આ કાર્યક્રમને સફળ બનાવવા રમતગમત શિક્ષક તેમજ યશવાટિકા ઉત્તર બુનિયાદી વિદ્યામંદિર જેસાવાડાના રમતગમત શિક્ષક પી.એમ.ચૌહાણે સતત જહેમત ઉઠાવી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.