ખેલ મહાકુંભ ૨૦૧૫ અંતર્ગત ગરબાડા તાલુકાનાં જેસાવાડા ગામે આવેલ યશવાટિકા ઉત્તર બુનિયાદી વિદ્યામંદિર જેસાવાડા ખાતે જિલ્લા કક્ષાની વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દાહોદ જિલ્લા પંચાયત સભ્ય ચંદ્રભાણસિંહ કટારા,યશવાટિકા ઉત્તર બુનિયાદી વિદ્યામંદિરના આચાર્ય શૈલેષભાઈ.બી.મખોડિયા તથા શાળાના સુપરવાઇઝર પી.એમ.ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.
તારીખ.૦૭/૦૨/૨૦૧૬ ના રોજ બહેનો માટેની વોલીબોલ સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં બહેનોની કુલ ૧૮ ટીમોએ ભાગ લીધો હતો. આ ટીમોમાં વિજેતા તરીકે અંડર-૧૩ બહેનોમાં પ્રથમ સ્થાને લીમખેડા તાલુકો, અંડર-૧૬ પ્રથમ સ્થાને લીમખેડા તાલુકો તથા એબોવ-૧૬ પ્રથમ સ્થાને લીમખેડા તાલુકો તથા બીજા ક્રમે ગરબાડા તાલુકો (યશવાટિકા ઉત્તર બુનિયાદી વિદ્યામંદિર જેસાવાડા) રહ્યો હતો.
આ જિલ્લા કક્ષાની વોલીબોલ સ્પર્ધાના સમાપન પ્રસંગે જેસાવાડા પોલિસ સ્ટેશનના PSI ચૌહાણ સાહેબ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓને બિરદાવ્યા હતા અને શાબાશી આપી હતી.