ગરબાડા તાલુકાનાં ટુંકીવજુ ગામના હોળી ડુંગરી ફળિયાની રહેવાસી ૨૦ વર્ષીય હંસાબેન મગનભાઇ ગણાવાએ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ગામમાં ભારે ચકચાર મચી જવા પામી છે. આ બનાવ બાબતે હંસાબેનના પિતાએ ગરબાડા પોલિસ સ્ટેશને જાણ કરેલ છે.
પોલિસ સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ, તારીખ ૧૦/૦૧/૨૦૧૬ ના રોજ ગરબાડા તાલુકાનાં ટુંકીવજુ ગામના હોળી ડુંગરી ફળિયાની રહેવાસી ૨૦ વર્ષીય હંસાબેન મગનભાઇ ગણાવા કોલેજની રાજા હોવાથી કોલેજ ગયેલ ન હતી અને પોતાના ઘરે હતી. જેથી ઘરે કોઈ ન હોવાનો લાભ લઈને હંસાબેને અગમ્ય કારણોસર ઘરમાં લાકડાના સરા સાથે ઓઢણી બાંધીને ગળે ફાંસો ખાઈને આપઘાત કરેલ છે.
હંસાબેનના પિતા મગનભાઇ ચૂનિયાભાઇ ગણાવા સાંજના અરસામાં ઘરે આવતા હંસાબેનનો મૃતદેહ ઘરમાં લાકડાના સરા સાથે લટકતો જોવા મળ્યો હતો. આ અંગે મૃતકના પિતાએ ગરબાડા પોલિસ સ્ટેશનમાં જાણ કરતાં ગરબાડા પોલિસે અ.મોત.નં.૧/૧૬ સી.આર.પી.સી.૧૭૪ મુજબ નોંધેલ કરેલ છે.