Sunday, December 29, 2024
Google search engine
HomeGarbada - ગરબાડાગરબાડા તાલુકાનાં નાંદવા અને મિનાકયાર ગામમાં થયેલ ઘરફોડ ચોરી અને લુંટના ગુન્હામાં...

ગરબાડા તાલુકાનાં નાંદવા અને મિનાકયાર ગામમાં થયેલ ઘરફોડ ચોરી અને લુંટના ગુન્હામાં સંડોવાયેલ આરોપીને ઝબ્બે કરવામાં ગરબાડા પોલિસને મળેલ સફળતા

 

Priyank-new-Passport-Pic-258x300(1) logo-newstok-272-150x53(1)Priyank Chauhan Garbada

પોલિસ વિભાગ તરફથી મળેલ માહિતી મુજબ દાહોદ જીલ્લામાં ચોરી, લૂંટ, ધાડ, જેવા મિલકત સંબંધી વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા મે.જિલ્લા પોલિસ અધિક્ષક સાહેબ શ્રી મનોજ નિનામાની કડક સુચના અને માર્ગદર્શનના આધારે તથા નાયબ પોલિસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા દાહોદ વિભાગ દાહોદનાઓની રાહબરી હેઠળ ગરબાડા પોલિસ સ્ટેશનના પીએસઆઇ શ્રી જે.વી.ચૌધરી તથા તેમના સહકર્મીઓ સાથે ગરબાડા પોલિસ સ્ટેશન વિસ્તારમાં બનેલ ઘરફોડ/ધાડના ગુન્હાઓની તપાસમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળેલ કે, નાંદવા ગામે થયેલ ચોરી, લૂંટમાં સંડોવાયેલ કનુભાઈ બચુભાઈ ભુરિયા, રહે. નવાનગર, પાની વડીયા ફળિયાનાનો ગાંગરડી ગામે ચોરી કરવાના ઇરાદે રાતના સમયે ફરતો હોવાની બાતમીના આધારે સદર કનુભાઈની વોચમાં હતા તે દરમ્યાન કનુભાઈ બચુભાઈ ભુરિયા મોડી રાતના શંકાસ્પદ હાલતમાં મળી આવતા તેના વિરુદ્ધ ગરબાડા પોલિસ સ્ટેશનમાં ગરબાડા પો.સ્ટે.સે.ગુ.ર.નં.44/16 જી.પી.એક્ટ કલમ.122(સી) મુજબ ગુન્હો દાખલ કરી સદર કનુભાઈની ઘનિષ્ટ પૂછપરછ કરતાં પોતે તથા પોતાની સાથેના સાગરીતો નામે (1) શનુભાઈ દિતીયાભાઇ બામણ્યા, રહે. પાનમ, (2) રમણભાઈ કાનીયાભાઇ ડામોર, રહે.પાનમ, (3) કસના રૂપલા ડામોર, રહે.પાડલિયા, (4) મનુભાઈ  મેડા, રહે. ખલતા, (5) ગફુરભાઈ મેડા, રહે. ખલતા, (6) કલજીભાઇ બામણ્યા, રહે. ખલતા, (7) રમણ કુકા મોહણીયા, રહે. ખારવા ભીલોઇ તથા તેમની સાથેના બીજા માણસો મળી નાંદવા ગામે ઘરફોડ ચોરી કરતાં ઘરમાલિક જાગી જતાં ઘરમાલિકને માર મારી ચોરી કરી ભાગી ગયેલ હોવાનું કાબુલ કરતાં તેને ગરબાડા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.128/15 ઇ.પી.કો. કલમ 460, 114 મુજબના કામે પકડી નામદાર કોર્ટમાં રજૂ કરી પોલિસ રિમાન્ડ માંગતા આરોપીના તારીખ.18/03/2016 સુધીના રિમાન્ડ મળેલ જે રિમાન્ડ દરમ્યાન સદર આરોપીએ ચોરીના મોબાઈલમાં વાપરેલ સિમકાર્ડ તેમજ ગુન્હાના કામે વાપરેલ હથિયારની લાકડી કબ્જે લેવામાં આવેલ અને સદર આરોપીની ઘનિષ્ટ પૂછપરછ કરતાંગરબાડા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.15/16 ઇ.પી.કો. કલમ 395, 397 (મિનાકયાર) નો ગુન્હો પણ ઉપરોક્ત તમામે મળી ધાડ પાડેલ હોવાની કબૂલાત કરતાં સદર આરોપીની અટક કરી ગુન્હાના કામે વાપરેલ હથિયાર ધારિયું કબ્જે કરી ગરબાડા/દાહોદ પોલિસે પ્રસંશનીય કામગીરી કરેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments