PRIYANK CHAUHAN GARBADA
પ્રાપ્ત વિગત અનુસાર, તારીખ.૦૪/૦૭/૨૦૧૬ ના રોજ બપોરના સમયે ગરબાડા તાલુકાનાં ભે ગામે ગારી ફળિયામાં રહેતા કેશવાભાઈ ગલાભાઈ રાઠોડ તથા લસીબેન લાલાભાઈ રાઠોડનાઓએ તેમનાજ ફળિયામાં રહેતા પરસોતમભાઈ દિતાભાઈ રાઠોડની પત્ની શાંતાબેનને તું ડાકણ છે, છ માસ પહેલા મંગાભાઈ ગલાભાઈ રાઠોડને તું ખાઈ ગયેલ છે, તમોને અહિયા રહેવા દેવાના નથી અને તારા છોકરા કમલેશને તો વાટે ઘાટે મળે તો મારી નાંખીશુ તેમ કહી જાનથી મારી નાખવાની ધાક ધમકીઓ આપી ગાળો બોલી એકબીજાની મદદગારી કરેલ હોય જેથી આ બાબતે પરસોતમભાઈ દિતાભાઈ રાઠોડે ગરબાડા પોલીસ સ્ટેશનમાં કેશવાભાઈ ગલાભાઈ રાઠોડ તથા લસીબેન લાલાભાઈ રાઠોડ વિરુદ્ધ તારીખ.૦૯/૦૭/૨૦૧૬ ના રોજ ફરિયાદ નોંધાવતાં ગરબાડા પોલીસે ગરબાડા પો.સ્ટે.સે.ગુ.ર.નં.૧૧૬/૧૬ ઇ.પી.કો.કલમ.૫૦૪,૫૦૬(૨),૧૧૪ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે.