PRIYANK CHAUHAN -GARBADA
ગરબાડા તાલુકામાં ૦૮ ગ્રામ પંચાયતોની મુદત પૂર્ણ થતાં સરકારશ્રીના જાહેરનામા મુજબ ગરબાડા તાલુકામાં ૦૮ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી આગામી તારીખ.૦૪ ફેબ્રુઆરીના રોજ યોજાનાર હોય જેને લઈને ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોએ ચૂંટણીમાં સરપંચ માટે ૪૬ ઉમેદવારોએ અને વોર્ડ સભ્ય માટે ૨૧૩ તથા ખેડા ફળીયા (પેટા ચૂંટણી) માં બે વોર્ડ સભ્ય માટે ૦૫ મળી કુલ ૨૧૮ ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભરી તેમની ઉમેદવારી નોંધાવી હતી.
ઉમેદવારી પત્રો ચકાસણી દરમ્યાન વોર્ડ સભ્યો માટેના ૦૫ ફોર્મ અમાન્ય ઠરેલ છે તથા ફોર્મ ખેંચવાની તારીખે સરપંચ માટેના ૧૬ ફોર્મ તથા વોર્ડ સભ્ય માટેના ૦૭ ફોર્મ તથા ખેડા ફળિયાના બે વોર્ડની પેટા ચુંટણીમાં ૦૧ ફોર્મ મળી કુલ ૦૮ ઉમેદવારોએ તેમના ઉમેદવારી ફોર્મ પરત ખેંચેલ છે. જ્યારે ઉમેદવારી પત્રો પરત ખેંચાયા બાદ ૦૯ વોર્ડ સભ્યો બિનહરીફ થયેલ છે. ત્યારે હવે ૦૮ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરપંચ માટે કુલ ૩૦ ઉમેદવારો તથા વોર્ડ સભ્ય માટે ૧૯૨ તથા ખેડા ફળિયાના બે વોર્ડની પેટા ચૂંટણીમાં ૦૪ ઉમેદવારો મળી કુલ ૧૯૬ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહેતા તેમના વચ્ચે ચૂંટણીનો જંગ ખેલાશે
ગ્રામ પંચાયત | ફોર્મ પરત ખેચાયા | બિન હરીફ | હરીફ ઉમેદવારો | |||
સરપંચ | વોર્ડ સભ્ય | સરપંચ | વોર્ડ સભ્ય | સરપંચ | વોર્ડ સભ્ય | |
ચંદલા | ૧ | ૦ | ૦ | ૧ | ૨ | ૧૮ |
ભુતરડી | ૧ | ૦ | ૦ | ૩ | ૨ | ૧૦ |
નેલસુર | ૨ | ૨ | ૦ | ૦ | ૩ | ૨૧ |
વજેલાવ | ૩ | ૧ | ૦ | ૦ | ૭ | ૩૯ |
ઝરીબુઝર્ગ | ૪ | ૪ | ૦ | ૨ | ૫ | ૩૭ |
પાટીયાઝોલ | ૨ | ૦ | ૦ | ૨ | ૪ | ૧૩ |
પાંદડી | ૨ | ૦ | ૦ | ૧ | ૪ | ૨૫ |
વડવા | ૧ | ૦ | ૦ | ૦ | ૩ | ૨૯ |
ખેડા ફળીયા | — | ૧ | — | 0 | —- | ૪ |
કુલ | ૧૬ | ૮ | ૦ | ૯ | ૩૦ | ૧૯૬ |