Friday, January 24, 2025
Google search engine
HomeGarbada - ગરબાડાગરબાડા તાલુકાના કળસીયા ગામે તા.૨૬/૦૧/૨૦૧૭ ના રોજ તારની ફેંસિંગને અડી જવાથી કરંટ...

ગરબાડા તાલુકાના કળસીયા ગામે તા.૨૬/૦૧/૨૦૧૭ ના રોજ તારની ફેંસિંગને અડી જવાથી કરંટ લાગતા 60 વર્ષીય મહિલાનું તથા તેની 9 વર્ષીય પૌત્રીનું મોત થતા ગૌશાળાના સંચાલક સામે પોલીસ ફરીયાદ.

priyank-passport-photo-new

logo-newstok-272-150x53(1)

PRIYANK CHAUHAN – GARBADA

 

 

ગરબાડા તાલુકાના ઝરી કળસીયા ગામે તારીખ.૨૬/૦૧/૨૦૧૭ ના રોજ તારની ફેંસિંગને અડી જવાથી કરંટ લાગતા એક સાહેઠ વર્ષીય મહિલા નામે કમોદીબેન માનસીંગભાઈ માવી તથા તેમની નવ વર્ષીય પૌત્રી નામે ઇન્દિરાબેન હરમલભાઈ માવીનું ઘટના સ્થળે જ મોત નીપજેલ હતું. જ્યારે એક છોકરી નામે હંસાબેન રમણભાઈ માવી આ બંનેને બચાવવા જતાં તેને પણ વીજ કરંટ લગતા તે દૂર ફેકાઈ જતાં તેનો અદભુત બચાવ થયેલ. આ બાબતે હંસાબેન રમણભાઈ માવીએ ગરબાડા પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં ગરબાડા પોલીસે ઘટના સ્થળે પહોચી જઈ આગળની કાર્યવાહી હાથ ધરેલ હતી.

ગરબાડા પોલીસે આ બાબતે સી.આર.પી.સી.કલમ.૧૭૪ મુજબ નોંધ કરી વધુ તપાસ હાથ ધરતા ગરબાડા પોલીસને તપાસ દરમ્યાન જાણવા મળેલ કે, દિલિપભાઈ રમણભાઈ માવી (રહે. ઝરી કળસીયા, આશ્રમ ફળીયા) એ નજીકમાંથી પસાર થતી એલ.ટી.લાઇનમાંથી પોતાની માલિકીના પીળા રંગના વાયરનું લંગર નાખી ગેરકાયદેસર ગૌશાળા માટે વીજ જોડાણ કરી તારની વાડ ઉપર સાંધાવાળો લંગર વાયર ટાંગી તારની વાડ સાથે કપાયેલો સાંધાવાળો વાયર તેની ગૌશાળા સુધી લંબાવી ગૌશાળામાં લાઇટ કરેલ. જો વાયરનો ખુલ્લો ભાગ ફેંસિંગ તારની વાડ સાથે આડે તો કરંટ તારની વાડમાં ઉતરે અને કોઈ ફેંસિંગ તારને અડકેતો મોટી જાનહાનિ થાય તેમ તે પોતે જાણતો હોવા છતાં આવું કૃત્ય કરેલ હોય અને તારીખ.૨૬/૦૧/૨૦૧૭ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકના સુમારે સાહેઠ વર્ષીય મહિલા કમોદીબેન માનસીંગભાઈ માવી તથા તેમની નવ વર્ષીય પૌત્રી નામે ઇન્દિરાબેન હરમલભાઈ માવીનાઓ આ ફેંસિંગ તારની વાડને અડકી જતા કરંટ લાગતા આ બંનેનું ઘટના સ્થળે જ મરણ થયેલ છે તેવું ગરબાડા પોલીસને તપાસ દરમ્યાન જાણવા મળતા જેથી આ ઘટનાની તપાસ કરનાર ગરબાડા પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. ઈશ્વરભાઈ બાદરભાઈએ ગરબાડા પોલીસ સ્ટેશનમાં ગૌશાળાના સંચાલક દિલિપભાઈ રમણભાઈ માવી (રહે.ઝરી કળસીયા, આશ્રમ ફળીયા, તા.ગરબાડા) વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા ગરબાડા પોલીસે એ.એસ.આઇ. ઈશ્વરભાઈ બાદરભાઈની ફરીયાદના આધારે ગરબાડા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૦/૧૭ ઇ.પી.કો.કલમ.૩૦૪ મુજબ દિલિપભાઈ રમણભાઈ માવી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments