ગરબાડા તાલુકાનાં ખારવા ગામે જીથરાભાઈ બચુભાઈ ભાભોરને ગામનાજ હકમાભાઈ સુરતાનભાઈ ભુરિયા, ગમસીંગભાઈ કાળિયાભાઈ ભુરિયા,માજુભાઈ ગોબરભાઈ ભુરિયા, જાલુભાઇ માનસીંગ ભુરિયા તથા બીજીયાભાઈ માનસીંગ ભુરિયાનાઓ મોટરસાઇકલ ઉપર આવી નજીવી બાબતે તકરાર કરી લોખંડની પાઇપ તથા કુહાડી માથામાં મારી ઇજા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપેલ હોવાની જીથરાભાઈ બચુભાઈ ભાભોરે ગરબાડા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે.
પોલિસ વિભાગ તરફથી મળેલ માહિતી મુજબ, ગરબાડા તાલુકાનાં ખારવા ગામે તારીખ ૧૬/૦૩/૨૦૧૬ ના રોજ સાંજે સાડા પાંચ વાગ્યાના સુમારે હકમાભાઈ સુરતાનભાઈ ભુરિયા, ગમસીંગભાઈ કાળિયાભાઈ ભુરિયા તથા માજુભાઈ ગોબરભાઈ ભુરિયા મોટરસાઇકલ ઉપર આવી જીથરાભાઈ બચુભાઈ ભાભોરને કહેવા લાગેલ કે, તારી પત્નીએ એક વર્ષ પહેલા અમારી સાથે કેમ ખોટો ઝગડો કરેલો તેમ કહી માં-બેન સમાણી ગાળો બોલી હકમાભાઈ સુરતાનભાઈ ભુરિયાએ જીથરાભાઈને પકડીને ગડદાપાટુનો માર મારેલ તથા ગમસીંગભાઈ કાળિયાભાઈ ભુરિયા તથા માજુભાઈ ગોબરભાઈ ભુરિયાઓએ મોટરસાઇકલ ઉપરથી લોખંડની પાઇપ લઈ આવી ગમસીંગભાઈ કાળિયાભાઈ ભુરિયાએ જીથરાભાઈના માથામાં લોખંડની પાઇપ મારી તથા માજુભાઈ ગોબરભાઈ ભુરિયાએ લોખંડની પાઇપ ડાબા હાથના કાંડા ઉપર મારી ઇજા કરેલ અને જાલુભાઇ માનસીંગ ભુરિયા તથા બીજીયાભાઈ માનસીંગ ભુરિયાને ફોન કરી બોલાવી હકમાભાઈ સુરતાનભાઈ ભુરિયાએ જીથરાભાઈના માથામાં પાછળના ભાગે કુહાડી મારી દેતાં ચામડી કપાઈ જતાં લોહી નીકળી ગયેલ અને જાલુભાઇ માનસીંગ ભુરિયા તથા બીજીયાભાઈ માનસીંગ ભુરિયાએ જીથરાભાઈને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપેલ છે.
આ બાબતે જીથરાભાઈ બચુભાઈ ભાભોરે ગરબાડા પોલિસ સ્ટેશનમાં હકમાભાઈ સુરતાનભાઈ ભુરિયા, ગમસીંગભાઈ કાળિયાભાઈ ભુરિયા, માજુભાઈ ગોબરભાઈ ભુરિયા, જાલુભાઇ માનસીંગ ભુરિયા તથા બીજીયાભાઈ માનસીંગ ભુરિયા સામે ફરિયાદ નોંધાવતાં ગરબાડા પોલીસે ગરબાડા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૨૨/૧૬ થી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે.