Sunday, December 29, 2024
Google search engine
HomeGarbada - ગરબાડાગરબાડા તાલુકાના ગાંગરડી ગામે પરંપરાગત ચુલનો મેળો ભરાયો

ગરબાડા તાલુકાના ગાંગરડી ગામે પરંપરાગત ચુલનો મેળો ભરાયો

priyank-passport-photo-new

logo-newstok-272-150x53(1)

PRIYANK CHAUHAN – GARBADA

હોળીના બીજા દિવસે એટલે કે, ધુળેટીના દિવસે ગરબાડા તાલુકાનાં ગાંગરડી ગામે પરંપરાગત ચુલનો મેળો ભરાયો હતો જેમાં દુરદુરના ગામોમાંથી મોટી સંખ્યામાં આદિવાસી લોકો આ ચુલના મેળામાં ઉમટી પડયા હતા અને આ ચૂલના મેળામાં હૈયે હૈયું દબાય તેટલુ માનવમહેરામણ મેળાની રંગત માણવા ઊમટી પડ્યું હતું અને પોતપોતાના સમૂહમાં આ ચુલના મેળામાં ખાણી પીણી, હરવા ફરવા તેમજ હીચકે ઝૂલવાની ઉત્સાહભેર મોજ માણી હતી.

ગરમ ચૂલમાં ચાલવાની શરૂઆત ધાર્મિક વિધિ કરી પ્રથમ હરીજન (પૂજારો) તથા ગાંગરડી ગામના પટેલ હાથમાં તલવાર રાખી ખુલ્લા પગે ધખધખતા અંગારા ચાલે છે ત્યારબાદ જ બીજા શ્રદ્ધાળુઓ ગરમ ચૂલ ચાલતા હોય છે.

આ ચુલના મેળાની વિશેષતા એ છે કે, શ્રદ્ધાળુઓ પોતે ઠંડી-ગરમ ચુલ ચાલવાની માનતા (બાધા) રાખતા હોય છે તે માનતા (બાધા) પૂરી કરવા ચુલના મેળામાં શ્રદ્ધાળુઓ પોતે  ધખધખતા અંગારા ઉપર ખુલ્લા પગે ચાલી પોતાની ધાર્મિક માનતા (બાધા) પૂરી કરતાં હોય છે તેમજ અમુક શ્રદ્ધાળુઓ ઠંડી ચુલ ચાલવાની પણ માનતા રાખતા હોય છે અને પોતે ઠંડી ચુલ ચાલી પોતાની માનતા (બાધા) પૂરી કરે છે.

પોલીસ વિભાગ દ્વારા પણ તકેદારીના ભાગરૂપે ચૂલના મેળામાં પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.

ગાંગરડી ગામે ભરતા ચૂલના મેળાની ઝલક તથા ગાંગરડી ગામના પટેલ ગરમ ચૂલ ચાલતા તસવીરમાં નજરે પડે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments