ગરબાડા તાલુકાનાં ઝરીબુઝર્ગ ગામે પરોણામાં ગયેલ શૈલેષભાઈ સુકીયાભાઇ સંગોડને ગામનાજ (૧) સવિયાભાઈ બુસાભાઈ સંગોડ (૨) મીઠીયાભાઈ પ્રેમાભાઈ સંગોડ (૩) સોપિયાભાઇ પ્રેમાભાઇ સંગોડ (૪) ગોરસનભાઇ સોપિયાભાઇ સંગોડે તું અમારા ઘરે કેમ આવ્યો, તને કોને બોલાવ્યો તેમ કહી ગેબી માર મારી જાનથી મારી નાંખવાની ધાકધમકી આપેલ હોવાની શૈલેષભાઈ સુકીયાભાઇ સંગોડે ગરબાડા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે.
પોલિસ સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ, તારીખ.૧૫/૦૩/૨૦૧૬ ના રોજ ગરબાડા તાલુકાનાં ઝરીબુઝર્ગ ગામે મુંડીયા ફળિયામાં બપોરે ચાર વાગ્યાના સુમારે સવિયાભાઈ બુસાભાઈ સંગોડના છોકરાના પરોણા આવ્યા હતા તેમાં આ કામના ફરિયાદી શૈલેષભાઈ સુકીયાભાઇ સંગોડને પણ આમંત્રણ આપેલ હોવાથી શૈલેષભાઈ સુકીયાભાઇ સંગોડ સવિયાભાઈ બુસાભાઈ સંગોડના ઘરે પરોણામાં ગયા હતા. જેથી સવિયાભાઈ બુસાભાઈ સંગોડે શૈલેષભાઈ સુકીયાભાઇ સંગોડને ગાળો બોલી તું મારા ઘરે કેમ આવ્યો, તને કોને બોલાવ્યો તેમ કહી શૈલેષભાઈ સુકીયાભાઇ સંગોડના ગળામાં પકડી લાપટઝાપટ મારી ઇજા કરી કહેલ કે, હું ડેપ્યુટી સરપંચ છુ, તારું મારી આગળ કઈ નહીં આવે, તને હું મારીને ફેકી દઇશ,તું મારા ઘરે આમંત્રણ વગર કેમ આવ્યો તેમ કહી ઝગડો કરેલ તેવામાં મીઠીયાભાઈ પ્રેમાભાઈ સંગોડ, સોપિયાભાઇ પ્રેમાભાઇ સંગોડ તથા ગોરસનભાઇ સોપિયાભાઇ સંગોડનાઓ પણ દોડી આવી શૈલેષભાઈ સુકીયાભાઇ સંગોડને પકડી ગડદાપાટુનો ગેબી માર મારી તું આમંત્રણ વગર આવ્યો, તને કોને બોલાવ્યો,હવે પછી અમારા ઘરોમાં આવીશ તો તને મારી નાંખીશું તેમ કહી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપેલ છે.
આ બાબતે શૈલેષભાઈ સુકીયાભાઇ સંગોડે ગરબાડા પોલિસ સ્ટેશનમાં (૧) સવિયાભાઈ બુસાભાઈ સંગોડ (૨) મીઠીયાભાઈ પ્રેમાભાઈ સંગોડ (૩) સોપિયાભાઇ પ્રેમાભાઇ સંગોડ (૪) ગોરસનભાઇ સોપિયાભાઇ સંગોડ વિરુદ્ધ ફરિયાદ આપતા ગરબાડા પોલીસે ગરબાડા પો.સ્ટે.સે.ગુ.ર.નં.૪૬/૧૬ ઇ.પી.કો.કલમ.૩૨૩, ૫૦૪, ૫૦૬(૨),૧૧૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે.