PRIYANK CHAUHAN – GARBADA
ગરબાડા તાલુકાના દેવધા ગામે ગરબાડા પથ્થર ભરવા આવતી ટ્રક પલ્ટી ખાઈ જતાં ટ્રક ડ્રાઇવર તથા ટ્રકમાં સવાર છ મજૂરોને ઇજાઓ થતાં તેમણે સારવાર માટે ૧૦૮ વાન મારફતે દાહોદ સરકારી દવાખાને દાખલ કરેલ. જે પૈકી એક મજૂરનું દાહોદ સરકારી દવાખાને સારવાર દરમ્યાન મોત નીપજેલ છે જયારે એક મજૂરને વધુ ઇજાઓ થતાં તેને વધુ સારવાર માટે ગોધરા ખસેડવામાં આવેલ છે. આ ઘટના સંબંધી ટ્રક માલિકે ગરબાડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવેલ છે.
પોલીસ વિભાગ તરફથી મળેલ માહિતી મુજબ, પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના હાશાપુરા ગામના રહીશ કિશોરભાઈ રતનભાઈ પગી પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના મોરઉંડારાના રહીશ અશોકકુમાર શિવસિંહ પગીની માલિકીની ટાટા ટ્રક નં.જીજે.૯.વાય.૭૩૭૬ નંબરની ટ્રકમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે અને તેઓ આજરોજ તારીખ.૨૬/૦૩/૨૦૧૭ ના રોજ સવારે છ વાગ્યાના સુમારે છ મજૂરો (૧) ગોપાલભાઈ પુનાભાઇ પગી (૨) વિક્રમભાઈ પ્રતાપભાઈ પગી (૩) મનહરભાઈ રાયજીભાઈ પગી (૪) પૃથ્વીરાજ ભીમસિંહ સોલંકી (૫) શૈલેષભાઈ રમણભાઈ પગી (૬) અનોપકુમાર કાભસિંહ સોલંકી તમામ રહે. હાશાપુરાનાઓને ટ્રકમાં બેસાડી ગરબાડા પથ્થર ભરવા આવતા હતા તે વખતે સવારના સાડા છ વાગ્યાના સુમારે ગરબાડા તાલુકાના દેવધા ગામ પાસે આવતા સામેથી એક મારુતિ ગાડી રોંગ સાઇડે આવતા ટ્રક ડ્રાઇવર તેને બચાવવા જતાં ટ્રક રોડ છોડી ખાડામાં ઉતરી જતાં ટ્રક પલ્ટી જતાં ટ્રકમાં બેઠેલ મજૂરોને ગંભીર ઇજાઓ થયેલ અને ટ્રક ડ્રાઇવર કૂદી જતાં તેને પણ મૂઢમાર વાગેલ અને ટ્રકને પણ નુકશાન થયેલ. આ અકસ્માત થતાં ટ્રકના ડ્રાઇવરે ૧૦૮ મોબાઈલ વાનને ફોન કરી બોલાવતા ૧૦૮ વાન આવી જતાં અને આજુબાજુના માણસો પણ દોડી આવી ટ્રક નીચેથી મજૂરોને બહાર કાઢી ૧૦૮ વાનમાં બેસાડી ટ્રક ડ્રાઇવર તથા છ મજૂરોને દાહોદ સરકારી દવાખાને સારવાર અર્થે દાખલ કરવામાં આવેલ. જેમાં છ મજૂરો પૈકીના મજૂર ગોપાલભાઈ પુનાભાઇ પગીનું દાહોદ સરકારી દવાખાને સારવાર દરમ્યાન મોત નોપજેલ છે જ્યારે બીજા એક મજૂર વિક્રમભાઈ પ્રતાપભાઈ પગીને વધુ સારવાર માટે ગોધરા ન્યુલાઇફ હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ છે.
આ અકસ્માત બાબતે ટ્રક ડ્રાઇવરે મોબાઇલ ફોન મારફતે ટ્રક માલિક અશોકકુમાર શિવસિંહ પગીને જાણ કરતાં અશોકકુમાર શિવસિંહ પગી દાહોદ ખાતે દોડી આવેલ અને ઇજાગ્રસ્તોને મળી હકીકત જાણી આ બાબતે ગરબાડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપતા ગરબાડા પોલીસે ગરબાડા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૩૨/૧૭ ઇ.પી.કો.કલમ.૨૭૯, ૩૦૪-અ, ૩૩૭, ૩૩૮, એમ.વી.એક્ટ.૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબ ટ્રક ડ્રાઇવર કિશોરભાઈ રતનભાઈ પગી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.