Priyank Chauhan – Garbada
ગરબાડા તાલુકાના પાંચવાડા ગામે એસ.ટી. બસના ચાલકે એકમોટર સાઇકલને અડફેટમાં લઈ ટક્કર મારી મોટર સાઇકલ સવારને પડી દઈ ઇજા કરેલ છે. આ અકસ્માત સંબંધી મોનાર્કકુમાર પરેશભાઈ બામણીયાએ ગરબાડા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે.
પોલિસ વિભાગ તરફથી મળેલ માહિતી મુજબ, તારીખ. ૧૧/૦૧/૨૦૧૬ ના રોજ બપોરના અરસામાં ગરબાડા તાલુકાના પાંચવાડા ગામે એસ.ટી. બસ નંબર.GJ.18.Y.6790 ના ચાલકે પોતાના કબજાની બસ પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારતા મોટર સાઇકલ નંબરGJ.20.L.9425 ને ટક્કર મારી મોટરસાઇકલ સવાર ગરબાડા તાલુકાના ભામાતળાઈ ગામે રહેતા યાજ્ઞિકકુમારને પાડી દીધેલ જેમાં મોટર સાઇકલ સવાર યાજ્ઞિકનો જમણો હાથ કાંડામાંથી ભાંગી ગયેલ તથા જમણા પગ ઉપર પણ ઇજાઓ થયેલ છે.
આ અકસ્માત બાબતે સાહેદ યાજ્ઞિકકુમારના ભાઈ મોનાર્કકુમાર પરેશભાઈ બામણીયાએ ગરબાડા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ આપતા ગરબાડા પોલિસે ફર્સ્ટ ગુ.ર.નં.૩/૨૦૧૬ ઇ.પી.કો.કલમ. ૨૭૯, ૩૩૭, ૩૩૮ એમ.વીએક્ટ.૧૮૪,૧૭૭ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.