Friday, April 18, 2025
Google search engine
HomeGarbada - ગરબાડાગરબાડા તાલુકાના પાંચવાડા ગામે ૨૦ થી ૨૫ જેટલા લૂંટારૂઓએ એક્સ-આર્મીમેનના પરિવારને બાનમાં...

ગરબાડા તાલુકાના પાંચવાડા ગામે ૨૦ થી ૨૫ જેટલા લૂંટારૂઓએ એક્સ-આર્મીમેનના પરિવારને બાનમાં લઈને અંદાજીત ₹.૭૦૨૦૦/- ના મુદ્દામાલની લુંટ ચલાવી

PRIYANK CHAUHAN – GARBADA

 

THIS NEWS IS SPONSORED BY: RAHUL MOTORS

  • પાડોશમાં રહેતા પરિવારોને પણ માર માર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ.
  • સોના-ચાંદીના દાગીના, ૩ મોબાઈલ, કારતૂસ નંગ-૨૫, આર્મીનું કાર્ડ, બંદુકનું લાઇસન્સ સહિત એટીએમ કાર્ડની લુંટ ચલાવી લૂંટારુઓ ફરાર.

ગરબાડા તાલુકાના પાંચવાડા ગામમાં રહેતા એક પરિવારને રાત્રિના સમયે ૨૦ થી ૨૫ જેટલા લૂંટારૂઓએ બાનમાં લઇને મારક હત્યારો બતાવી ₹.૭૦૦૦૦/- ઉપરાંતના મુદ્દામાલની લૂંટ કરી લુટારુઓ ફરાર થઈ ગયા હતાં આ લુંટ સંદર્ભે લૂંટનો ભોગ બનનારે અજાણ્યા લુટારુઓ વિરુદ્ધ ગરબાડા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધવવામાં આવી છે.

પોલીસ વિભાગ તરફથી મળેલ માહિતી અનુસાર, ગરબાડા તાલુકાના પાંચવાડા ગામના માળ ફળીયામાં રહેતા ભીલાભાઇ ધારજીભાઈ અમલીયાર કે જેવો એક્સ-આર્મીમેન તરીકે સિક્યુરિટીમાં ઝાબુઆ ગેલ ઇન્ડિયા લિમિટેડ કંપનીમાં નોકરી કરે છે અને તેમને તેમની ફરિયાદમાં જણાવ્યા અનુસાર તા.૨૪/૦૫/૨૦૧૮ ની રાત્રે ઘરના માણસો જમી પરવારી સૂઈ ગયેલ તે દરમ્યાન રાત્રિના આશરે દોઢેક વાગ્યાના સુમારે ૨૦ થી ૨૫ જેટલા ૨૦ થી ૨૫ વર્ષની ઉંમરના અજાણ્યા ચોર-લૂંટારૂઓ મોઢા ઉપર રૂમાલ બાંધીને મારક હથીયારો સાથે આવી ભીલાબાઈ અને તેમના પરિવારજનો આંગણામાં સુતા હતા ત્યાં આવી મારક હથિયારો બતાવી કહેલ કે તમે આવાજ કરશો કે બૂમો પાડશો તો મારી નાખીશું તેમ કહેતા તેઓ ગભરાઈ ગયેલા અને ભીલાભાઇની પત્ની કમળાબેને પહેરેલી સોનાની વાળી નંગ-૪ કિંમત ₹.૨૦૦૦૦/-, સોનાનાં ઝુમર નંગ-૨ કિંમત ₹.૬૦૦૦/-, ચાંદીની ઝાંઝરી નંગ-૨ કિંમત ₹.૨૦૦૦/- તથા ભીલાભાઇનું ચાંદીનું ભોરીયું કિંમત ₹.૪૦૦૦/- તથા તેમના છોકરા સુનિલનું ચાંદીનું ભોરીયું કિંમત ₹.૩૦૦૦/-, મોબાઈલ નંગ-૧ કિંમત ₹.૧૦૦૦/- તેમની વહુ ઈલાબેનને પહેરેલ ઝુમ્મર નંગ-૨ કિંમત ₹.૩૦૦૦/- તથા તેમના છોકરા હરીશે હાથમાં પહેરેલ ચાંદીનું ભોરીયું નંગ-૧ કિંમત ₹.૪૦૦૦/- તથા મોબાઈલ ફોન-૧ કિંમત ₹.૧૦૦૦/- તથા તેની પત્ની હંસાબેને પહેરેલ સોનાના ઝુમ્મર નંગ-૨ કિંમત ₹.૬૦૦૦/-, ચાંદીની ઝાંઝરી નંગ-૨ કિંમત ₹.૨૦૦૦/- તથા તેમનો છોકરો અનિલ પાસેથી ચાંદીનું ભોરિયું કિંમત ₹.૩૦૦૦/- તથા મોબાઈલ-૧ કિંમત ₹.૧૦૦૦/- તથા ઘરમાં તિજોરીમાં મૂકી રાખેલ બેગમાંથી રોકડા ₹.૧૨૦૦૦/- તેમજ ભીલાભાઈનું આર્મીનું આઈ-કાર્ડ, બંદુકનું લાઇસન્સ, એટીએમ કાર્ડ-૧ તથા બારબોર બંદૂકના કારતૂસ નંગ-૨૫ કિંમત ₹.૨૨૦૦/- તથા કેન્ટીનનું સામાન ખરીદીનું કાર્ડ-૧, લિંકર લાઇસન્સ-૧ મળી અંદાજીત ₹.૭૦૨૦૦/- ના મુદ્દામાલની લૂંટ કરી ચલાવી બાજુમાં રહેતા રાકેશભાઈ મલીયાભાઈ અમલીયાર, મલીયાભાઈ ધારજીભાઈ અમલીયાર, દીતાભાઈ ધારજીભાઈ અમલીયાર તથા દલાભાઈ ધારજીભાઈ અમલીયાર નાઓના ઘરોમાં પણ લૂંટ-ધાડ કરી મલીયાભાઈ ધારજીભાઈ અમલીયાર, સનતુ મલિયાભાઈ અમલીયાર, કાસૂડીબેન દલાભાઈ અમલીયાર તથા ખેતુબેન દિતાભાઇ અમલીયારનાઓને શરીરે લાકડીઓ વડે માર મારી ઇજાઓ કરી ધાડલૂંટ કરી નાસી ગયેલ.

આ લૂંટ બાબતે ભીલાભાઈ ધારજીભાઈ અમલીયારે ૨૦ થી ૨૫ જેટલા અજાણ્યા ચોર લુટારુઓ વિરુદ્ધ ગરબાડા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધાવતાં ગરબાડા પોલીસે ભીલાભાઈ ધારજીભાઈ અમલીયારની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments