PRIYANK CHAUHAN – GARBADA
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાની મિનાકયાર પ્રાથમિક શાળામાં તા.૧૫/૦૬/૨૦૧૮ થી તા.૧૮/૦૬/૨૦૧૮ ના સવારના સાત વાગ્યા સમય દરમ્યાન અજાણ્યા ચોર ઇસમોએ શાળાના કોમ્પ્યુટર રૂમના દરવાજાનું તાળું તોડી દરવાજો ખોલી અંદર પ્રવેશ કરી કોમ્પ્યુટર રૂમમાં મૂકી રાખેલ શાળાના મોનીટર એકર કંપનીના નંગ.3 કી.₹.૬૦૦૦/- તથા મોનીટર HCL કંપનીના નંગ.૬ કી. ₹.૧૨૦૦૦/- તથા CPU એકર કંપનીના નંગ.૨ કી.₹.૨૦૦૦/- તથા CPU HCL કંપનીના નંગ.૨ કી.₹.૨૦૦૦/- તથા બેટરી એકર કંપનીની નંગ.૨ કી.₹.૧૦૦૦/- તથા માઉસ નંગ.૧૨ કી.₹.૨૦૦/- તથા ટેપ બાઈજર એકર કંપનીના નંગ.૨ કી.₹.૧૦૦/-મળી કુલ ₹.૨૩૩૦૦/- ના મુદ્દામાલની ચોરી કરી નાસી ગયેલ છે.
આ બાબતે મિનાકયાર શાળાના મુખ્ય શિક્ષક સુરપાળભાઈ નેવાભાઈ ભાભોરે ગરબાડા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં ગરબાડા પોલીસે ગરબાડા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૪૬/૧૮ ઇ.પી.કો.કલમ.૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ અજાણ્યા ચોરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે.