Saturday, January 11, 2025
Google search engine
HomeGarbada - ગરબાડાગરબાડા તાલુકાના શિક્ષક ભાઈ બહેનોએ તેમની પડતર માંગણીઓ સરકાર સુધી પહોંચાડવા ગરબાડા...

ગરબાડા તાલુકાના શિક્ષક ભાઈ બહેનોએ તેમની પડતર માંગણીઓ સરકાર સુધી પહોંચાડવા ગરબાડા ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયાને આવેદન પત્ર આપ્યું.

priyank-passport-photo-new

logo-newstok-272-150x53(1)

PRIYANK CHAUHAN – GARBADA

હાલમાં ગુજરાત સરકારે ફિક્સ પગારદારોને નોકરીમાં આપેલ લાભો ૨૦૦૬ થી લાગુ કરતાં તેના અનુસંધાને ગરબાડા તાલુકામાં કાર્ય કરતાં શિક્ષકોએ ફિક્સ પગારદારોને ૧૯૯૮ થી જ્યારથી ફિક્સ પગાર લાગુ કરવામાં આવ્યો ત્યારથી નોકરીમાં જોડાયેલ તમામ કર્મચારીઓને લાભ આપવા તેમજ સળંગ નોકરી ગણીને ઈજાફાનો લાભ આપવા ગરબાડા તાલુકાના શિક્ષક ભાઈ બહેનોએ ગરબાડા ખાતે આજરોજ તારીખ.૧૭/૦૨/૨૦૧૭ ના રોજ સવારમાં ૧૦:૦૦ કલાકે ગરબાડા ૧૩૩ મત વિસ્તારના ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયાને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. 

આવેદન પત્રમાં જણાવ્યું હતું કે, ગુજરાતના શિક્ષકોના અનેક પ્રશ્નો આજે ગુજરાત સરકાર સમક્ષ પડતર છે જેનું નિરાકરણ લાવવુ જરૂરી છે. વર્ગખંડમાં કાર્ય કરતાં શિક્ષક જ પ્રશ્નોથી ઘેરાયેલો હશે તો ભાવિ પેઢીનું શું થશે ? શિક્ષકોના કેટલાક પ્રશ્નો સરકારે ઉકેલયા છે પરંતુ હજુ અનેક પ્રશ્નો ઉકેલવા જરૂરી છે.

પ્રાથમિક શિક્ષકોની માંગણીઓ :

૧.    ફિક્સ પગારદારોને નોકરીમાં આપેલ લાભો ૨૦૦૬ થી લાગુ થાય છે. જે              ૧૯૯૮ થી જ્યારથી ફિક્સ પગાર લાગુ કરવામાં આવ્યો ત્યારથી નોકરીમાં            જોડાયેલા તમામ કર્મચારીઓને લાભ આપવા.

૨.    ફિક્સ પગારદારોને ૧૯૯૮ થી સળંગ નોકરી ગણીને પાંચ વર્ષના ઈજાફાનો            લાભ આપવો.

૩.    ૧૯૯૮ થી ૨૦૦૫ સુધીના કર્મચારીઓને જી.પી.એફ.માં સમાવવા.

૪.    ૧૯૯૮ થી ૨૦૦૫ સુધીના કર્મચારીઓને નવ વર્ષે મળતું ઉચ્ચતર પગાર              ધોરણ સીસીસી વિના બાકી છે જે તેઓને લાભ આપવા.

૫.    સરકારશ્રીના નવા જી.આર. પ્રમાણે ૨૦૦૬ ની ભરતી થયેલ શિક્ષકોને નવનું         ઉચ્ચતર ૨૦૧૫ માં મળે છે જ્યારે ૨૦૦૫ ની ભરતી વાળાને નવનો ઉચ્ચતર         મળતો નથી તો સિનિયર શિક્ષકોને અન્યાય થાય છે.

          શિક્ષકો અને સંગઠનની ઉપર દર્શાવેલ વ્યાજબી માંગણીઓ સરકાર સુધી પહોંચાડી સકારાત્મક ઉકેલ આવે તેવા પ્રયાસ કરવા માટે ગરબાડા તાલુકાના શિક્ષક ભાઈ બહેનો દ્વારા ગરબાડા ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયાને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.જે તસ્વીરમાં નજરે પડે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments