ગરબાડા તાલુકાના સાહડા ગામે ગત રોજ મોટર સાઇકલના ચાલકે તેની મોટર સાઇકલ પૂરઝડપે અને બેફિકરાઈ રીતે હંકારતા મોટર સાઇકલનું પાછલું ટાયર ફાટી જતાં કાબૂ ન રહેતા અકસ્માત થતાં બે ઇસમોના મોત નીપજેલ છે જ્યારે એક ઈસમને છાતીને ભાગે ગંભીર ઇજાઓ થવાથી તેને ખાનગી હોસ્પિટલના સારવાર અર્થે દાખલ કરવામાં આવેલ છે. જ્યારે મોટર સાઇકલ ચાલક ઘટના સ્થળેથી નાસી જતાં કનુભાઈ બદુભાઈ પરમારે મોટર સાઇકલના ચાલક વિરુદ્ધ ગરબાડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવેલ છે.
પ્રાપ્ત વિગત અનુસાર, તારીખ.૧૯/૦૪/૨૦૧૯ ના રોજ કનુભાઇ બદુભાઇ પરમાર તેમના ઘરે હતા તે વખતે તેમનો ભાણેજ અક્ષયભાઈ રાજુભાઇ પરમાર ખરેડી ગામે લગ્ન હોય હું તથા જુવાનસીંગ મથુરભાઇ,અનિલભાઈ બચુભાઈ તથા જવસીંગ બદુભાઇ મોટર સાઇકલ લઈને ખરેડી જઈએ છીએ તેમ જણાવી અક્ષય રાજુભાઈ પરમાર તેની બજાજ ડિસ્કવર મોટર સાઇકલ જીજે.૬.બીઆર.૨૭૦૬ ની લઈને સાંજના છ વાગ્યાના સુમારે ખરેડી જવા નીકળેલ ત્યાર બાદ સાંજના સાડા છયેક વાગ્યે નવલસીંગ માનસીંગ રાઠોડે ફોન કરી કનુભાઇ બદુભાઇ પરમારને જણાવેલ કે, તમારા ભાણીયા અક્ષયની મોટર સાઈકલનું ખારવા અને સાહડાની વચ્ચે રોડ ઉપર અકસ્માત થયેલ છે અને ચારેય જણા રોડ ઉપર પડેલ છે અને ૧૦૮ માં તેઓને દાહોદ સરકારી દવાખાને લઈ ગયેલ છે તેવું જણાવતા કનુભાઇ બદુભાઇ પરમાર તેમના ફળીયાના માણસોને સાથે લઈને દાહોદ સરકારી દવાખાને ગયેલ અને ત્યાં જઈને જોયેલ તો અનીલભાઈ બચુભાઈની લાશ એક ટ્રેચર ઉપર પડી હતી અને જુવાનસીંગ મથુરભાઈ દવાખાનામાં બેભાન અવસ્થામાં ઓક્સીજન પર હતો અને જવસીંગ બદુભાઇને છાતીના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેને દાહોદ સૈફી હોસ્પિટલને દાખલ કરેલ હતો અને થોડીવારમાં કનુભાઇ બદુભાઇ પરમારને જાણવા મળેલ કે, જુવાનસીંગ મથુરભાઈનું પણ મોત નીપજેલ છે તેવું જાણવા મળતા કનુભાઇ બદુભાઇ પરમારે આજરોજ તેમના ભાણેજ અક્ષયભાઈ રાજુભાઇ પરમાર વિરુદ્ધ ગરબાડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતાં ગરબાડા પોલીસે ગરબાડા પો.સ્ટે.ફ.ગુ.ર.નં. ૨૦/૨૦૧૯ આઇપીસી કલમ.૨૭૯, ૩૩૭, ૩૩૩, ૩૦૪(એ) તથા એમવી એક્ટ ૧૭૭, ૧૮૪. ૧૩૪ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.