Wednesday, January 1, 2025
Google search engine
HomeGarbada - ગરબાડાગરબાડા તાલુકાની ખારવા પ્રાથમિક શાળામાંથી રૂપિયા ૩૦૦૦૦/- ની મત્તાની ચોરી

ગરબાડા તાલુકાની ખારવા પ્રાથમિક શાળામાંથી રૂપિયા ૩૦૦૦૦/- ની મત્તાની ચોરી

Priyank-new-Passport-Pic-258x300(1) logo-newstok-272-150x53(1)

 Priyank Chauhan – Garbada

       

ગરબાડા તાલુકાની ખારવા પ્રાથમિક શાળાની પાછળની બારીના લોખંડના સળિયા કોઈ હથિયાર થી તોડી કોઈ અજાણ્યા ચોરે શાળાની અંદર પ્રવેશ કરી શાળામાંથી રૂપિયા ૩૦૦૦૦/- ની મત્તાની ચોરી કરી લઈ ગયેલ છે. જે બાબતે ખારવા પ્રાથમિક શાળાના આચાર્ય લક્ષ્મીબેન માવસિંહ વાઘેલાએ ગરબાડા પોલિસ સ્ટેશનમાં અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવેલ છે.

        પોલિસ વિભાગ પાસેથી મળેલ માહિતી મુજબ, તારીખ.૨૯/૦૩/૨૦૧૬ ના બપોરના ૧૨:૦૦ કલાકથી તારીખ.૩૦/૦૩/૨૦૧૬ ના સવારે ૦૭:૦૦ કલાકના સમય દરમ્યાન કોઈ અજાણ્યા ચોરે ગરબાડા તાલુકાની ખારવા પ્રાથમિક શાળાની પાછળની બારીના લોખંડના સળિયા કોઈ હથિયારથી તોડી શાળામાં પ્રવેશ કરી શાળામાંથી એચસીએલ કંપનીના એલસીડી નંગ-૧,સી.પી.યુ. નંગ-૨, કી-બોર્ડ નંગ-૧, માઉસ નંગ-૧, સ્કેનર નંગ-૧ તથા નેટસેટર(ડોંગલ) જે તમામની કી.રૂ.૨૦૦૦૦/- તથા લાલ અને કાળા પટ્ટાવાળી સેતરંજી નંગ-૧૨ જેની કિ.રૂ.૭૦૦૦/- તથા સ્ટીલના જૂના વપરાયેલ મધ્યાહન ભોજનના જેના ઉપર ન્યુ.ગુજરાત પેટર્ન ખાસ ટ્રાઈબલ સપ્લાયર્સ વર્ષ.૨૦૦૯ લખેલ ગ્લાસ નંગ-૧૯૦ તથા ડિસો નંગ-૨૪ જેની અંદાજિત કિ.રૂ.૨૦૦૦/- તથા કબાટમાં મુકેલ લાઈબ્રેરીના પુસ્તકો જે ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ તરફથી મળેલ જેમાં વાર્તાની ચોપડીઓ નંગ-૨૪ જેની કિ.રૂ.૧૦૦૦/- જેના ઉપર શાળાનો સિક્કો મારેલ આ તમામની કુલ અંદાજિત કિમત રૂ.૩૦૦૦૦/- ની મત્તાની કોઈ અજાણ્યા ચોર શાળાની પાછળની બારીના લોખંડના સળિયા તોડી તેમજ બીજા સળિયા વાકા કરી બાકોરું પાડી શાળામાં પ્રવેશ કરી ચોરી કરી લઈ ગયેલ છે.

        આ બાબતે ખારવા પ્રાથમિક શાળાના આચાર્ય લક્ષ્મીબેન માવસિંહ વાઘેલાએ અજાણ્યા ચોર વિરુદ્ધ ગરબાડા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં ગરબાડા પોલીસે ગરબાડા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૩૦/૧૬ ઇ.પી.કો.કલમ.૪૫૪, ૪૫૭,૩૮૦ મુજબ અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments