PRIYANK CHAUHAN – GARBADA
રાષ્ટ્રીય પલ્સ પોલિયો અભિયાન હેઠળ તારીખ.૨૮/૦૧/૨૦૧૮ તથા તારીખ.૧૧/૦૩/૨૦૧૮ ના રોજ નવજાતથી પાંચ વર્ષની ઉમર સુધીના બાળકોને પોલિયોની રસીના બે ટીપાં પીવડાવવાનું આયોજન જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે.
રાષ્ટ્રીય પલ્સ પોલિયો અભિયાન હેઠળ નવી પેઢીને આજીવન અપંગતાથી મુક્ત અને સ્વસ્થ રાખવા નિયમિત સમયાંતરે નવજાતથી પાંચ વર્ષની ઉમર સુધીના બાળકોને પોલિયોની રસીના બે ટીપાં પીવડાવવામાં આવે છે. જે અંતર્ગત ગરબાડા તાલુકામાં આવતી કાલે તારીખ.૨૮/૦૧/૨૦૧૮ રવિવારના રોજ નવજાતથી પાંચ વર્ષની ઉમર સુધીના બાળકોને પોલિયો અટકાવતી રસીના બે ટીપાં પીવડાવીને બાળકોને પોલિયોના રોગ સામે રક્ષણ આપવામાં આવશે.
આ અભિયાનને સફળ બનાવવા પોલિયો રસીકરણ કાર્યક્રમના ભાગરૂપે આજ તારીખ.૨૭/૦૧/૨૦૧૮ ના રોજ સવારમાં ગરબાડા નગરમાં આરોગ્ય કર્મચારીઓ તથા શિક્ષકો સાથે સ્કૂલના વિદ્યાર્થીઓની પોલિયો વિરોધી સુત્રોચ્ચાર સાથે હાથમાં બેનર રાખી રેલી કાઢવામાં આવી હતી. જે તસવીરમાં નજરે પડે છે.