ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી ધો.૧૦ અને ધો.૧૨ ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ ગયેલ છે જેના ભાગરૂપે ગરબાડા તાલુકામાં પણ જુદાજુદા પરીક્ષા કેન્દ્રો ઉપર ધો.૧૦ અને ધો.૧૨ ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયેલ છે.
પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય અને પરીક્ષા દરમ્યાન કોઈપણ જાતની ગેરરીતિ ન થાય તે માટે બોર્ડ દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે અને દરેક પરીક્ષાખંડમાં સીસીટીવી કેમેરા લગાવી પરીક્ષાર્થીઓ ઉપર નજર રાખવામાં આવી રહી છે. આ વર્ષે પરીક્ષાર્થીઓની સંખ્યા વધારે હોવાથી પ્રથમવાર સરકારી પ્રાથમિક શાળાઓમાં પણ પરીક્ષા કેન્દ્રો ફાળવ્યા છે ત્યારે આવા પરીક્ષા કેન્દ્રોમાં સીસીટીવી કેમેરા લગાવેલા નથી તેવા પરીક્ષા કેન્દ્રો ઉપર ટેબ્લેટ લગાવી પરીક્ષાર્થીઓ પર નજર રાખવામાં આવી રહી છે.
તકેદારીના ભાગરૂપે તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર કોઈ અનિચ્છનિય બનાવ ન બને અને પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે પૂરતો પોલિસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે.