Friday, November 22, 2024
Google search engine
HomeGarbada - ગરબાડાગરબાડા તાલુકામાં શૌચાલય કૌભાંડની પોલીસ તપાસમાં ૨૮ ગ્રામ પંચાયતો પૈકી ૧૯ ગ્રામ...

ગરબાડા તાલુકામાં શૌચાલય કૌભાંડની પોલીસ તપાસમાં ૨૮ ગ્રામ પંચાયતો પૈકી ૧૯ ગ્રામ પંચાયતોની તપાસ પૂર્ણ, ૦૯ ગ્રામ પંચાયતોની તપાસ ચાલુ

priyank-passport-photo-new

logo-newstok-272-150x53(1)

PRIYANK CHAUHAN – GARBADA

 

  • કૌભાંડનો આરોપી આગોતરા જામીન માટે હાઇકોર્ટના શરણે.
  • તપાસ દરમ્યાન તપાસ કરનાર અધિકારીને સહકાર આપવા કૌભાંડના આરોપીને હાઇકોર્ટનો હુકમ.
  • ૨૮ ગ્રામ પંચાયતો પૈકી ૧૯ ગ્રામ પંચાયતોની તપાસ પૂર્ણ, હાલમાં ૦૯ ગ્રામ પંચાયતોની તપાસ ચાલુ.
  • અત્યાર સુધીની તપાસ દરમ્યાન શું બહાર આવ્યું તેનું રહસ્ય અકબંધ.
  • ૧૯ ગ્રામ પંચાયતોની તપાસ દરમ્યાન ૨૪૦૦ જેટલા લાભથીઓના ફોર્મ મળી આવેલ નથી.

ગરબાડા તાલુકા પંચાયતમાં કરાર આધારીત બ્લોક કો.ઓર્ડીનેટર તરીકે ફરજ બજાવતા કર્મચારી રોઝ સંજયકુમાર દલસીંગભાઇએ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ચાલતી શૌચાલય યોજનામાં બનાવવામાં આવેલ શૌચાલયોના લાભાર્થીઓના ફોર્મ સહિતના અગત્યના દસ્તાવેજો તથા તેની માતબર રકમની ઉચાપત કરી મસમોટું કૌભાંડ આચર્યું હોવાની આશંકાએ ગરબાડા તાલુકા વિકાસ અધિકારી એ.એ.મકરાણી દ્વારા તારીખ.૦૨/૦૬/૨૦૧૭ ના રોજ રોઝ સંજયકુમાર દલસીંગભાઇ વિરુદ્ધ ગરબાડા પોલીસ સ્ટેશનમાં લેખિતમાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે ફરિયાદના આધારે ગરબાડા પોલીસે સદર કૌભાંડની તપાસ ચાલુ કરતાં આરોપી રોઝ સંજય આગોતરા જામીન મેળવવા હાઇકોર્ટના શરણે ગયો હતો. તારીખ.૧૧/૦૭/૨૦૧૭ ના રોજ હાઇકોર્ટ બીજી મુદત આપી આરોપીને તપાસ કરનાર અધિકારીની સાથે રહી તપાસમાં સહકાર આપવા હુકમ કરેલ. ત્યારબાદ તારીખ.૧૭/૦૭/૨૦૧૭ ની મુદતમાં પણ હાઇકોર્ટ દ્વારા ફરી દસ્તાવેજી પુરાવા શોધવા તપાસમાં સહકાર આપવા આરોપીને હુકમ કરેલ.

પોલીસ તપાસમાં ૨૮ ગ્રામ પંચાયતો પૈકી ૧૯ ગ્રામ પંચાયતોની તપાસ પૂર્ણ થયેલ છે તથા હાલમાં ૦૯ ગ્રામ પંચાયતોની તપાસનો દોર ચાલુ છે. પરંતુ ૧૯ ગ્રામ પંચાયોની તપાસ દરમ્યાન શું બહાર આવ્યું તે જાણવા મળ્યું નથી અને તે બાબતનું રહસ્ય અકબંધ છે પણ ૧૯ ગ્રામ પંચાયોની તપાસ દરમ્યાન ૨૪૦૦ જેટલા ફોર્મ મળી આવેલ નથી તેવું જાણવા મળ્યું છે.

જ્યારે તારીખ.૨૬/૦૭/૨૦૧૭ ના રોજની મુદતમાં આરોપીએ ઉચાપત કરી છે કેમ તે બાબતની તપાસ અધિકારીને લાભાર્થીઓના બેન્ક તથા પોસ્ટ ખાતામાં નાણાં જમા થયા છે કે નહીં તે બાબતની તપાસ કરવા હાઇકોર્ટ દ્વારા હુકમ કરાયો હોવાનું જાણવા મળેલ છે.

શૌચાલય યોજનામાં માતબર રકમનું કૌભાંડ થયું હોવાનું સાંભળવા મળી રહ્યું છે અને તેની ઝીણવટભરી તપાસ થાય તેવું તાલુકાની જનતા ઇચ્છી રહી છે. ત્યારે એક વાત સ્પષ્ટ છે કે, ગરબાડા તાલુકામાં માતબર રકમનું શૌચાલય કૌભાંડ થયું હોવાનું નકારી શકાય નહીં.

જ્યારે બીજી તરફ લોક ચર્ચા મુજબ એવું પણ જાણવા મળ્યું છે કે,  આ તાલુકામાં બનાવવામાં આવેલ શૌચાલયો સરકારશ્રીની ઓથોરાઇઝડ એજન્સી દ્વારા બનાવવામાં આવ્યા નથી પરંતુ તાલુકા બ્લોક કો.ઓર્ડિનેટર તથા સરપંચો દ્વારા તેમની મરજી મુજબ તેમના લગતા વળગતા ઇસમોને કામ સોંપી શૌચાલયો બનાવવામાં આવતા તેથી આ કૌભાંડ થયું હોવાનું નકારી શકાય તેમ નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments