PRIYANK CHAUHAN – GARBADA
ગરબાડા તાલુકા મથક તેમજ તાલુકાનાં ગામોમાં હોળી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી અને ધબકતા ઢોલના તાલે રાત્રિના ૮:૩૦ કલાકે ધાર્મિક વિધિ સાથે હોળીનું પૂજન અર્ચન કરી હોળી પ્રગટાવવામાં આવી હતી તે દરમ્યાન મોટી સંખ્યામાં માનવમહેરામણ ઊમટ્યું હતું અને ભાવિકોએ ભક્તિભાવપૂર્વક હોળીની પ્રદક્ષિણા કરી હતી. એવિ માન્યતા છે કે, હોળીની પ્રદક્ષિણા કરવાથી વર્ષ દરમ્યાન બીમારી લગતી નથી તેવી માન્યતાના પગલે લોકો હોળીની પ્રદક્ષિણા કરતાં હોય હોય છે.
હોળીની ધજા લુટવાનો પણ એક અનેરો ઉત્સાહ હોય છે હોળીની વાંસ (ડાંડો) જેવો બળીને નીચે પડે કે તરતજ લોકો હોળીની ધજા લૂટવા માટે પડાપડી કરી ધજાની ખેંચતાણ કરી હતી.