Priyank Chauhan – Garbada
આદિવાસી બહુમુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં હોળી પર્વનો અનેરો ઉત્સાહ હોય છે. દાહોદ જિલ્લામાં સૌથી મોટા તહેવાર હોળીની બુધવારેની સાંજે હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ગરબાડા તાલુકા મથક તેમજ તાલુકાનાં ગામોમાં પણ બુધવારે હોળી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી અને ઢોલના તાલે રાત્રિના ૮:૩૦ કલાકે હોળીનું પૂજન અર્ચન કરી હોળી પ્રગટાવવામાં આવી હતી તે દરમ્યાન મોટી સંખ્યામાં માનવમહેરામણ ઊમટ્યું હતું અને લોકોએ ભક્તિભાવપૂર્વક હોળીના ફેરા ફર્યા હતા. એવિ માન્યતા છે કે, હોળીના ફેરા ફરવાથી વર્ષ દરમ્યાન બીમારી લગતી નથી તેવી માન્યતાના પગલે લોકો હોળીના ફેરા ફરતા હોય છે.
હોળીની ધજા લુટવાનો પણ એક અનેરો ઉત્સાહ હોય છે હોળીની વાંસ (ડાંડો) જેવી બળીને નીચે પડે કે તરતજ લોકો હોળીની ધજા લૂટવા માટે પડાપડી કરી ધજાની ખેંચતાણ કરતાં હોય છે.
હોળીના બીજા દિવસે એટલે કે ધૂળેટીના દિવસે ગરબાડા તાલુકાનાં ગાંગરડી ગામે પરંપરાગત ચૂલનો મેળો ભરાય છે આ મેળામાં પણ મોટી સંખ્યામાં માનવમહેરામણ ઉમટી પડ્યું હતું.