લોકસભા ચૂંટણી ૨૦૧૯ના ત્રીજા તબક્કામાં આજ તા.૨૩/૦૪/૨૦૧૯ ના મંગળવારના રોજ ગુજરાતની ૨૬ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. રાજ્યમાં સવારે ૦૭:૦૦ વાગ્યાથી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે.
ગરબાડા-૧૩૩ વિધાનસભાના ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયાએ અન્ય મતદારો સાથે લાઇનમાં ઊભા રહીને ગરબાડા (નવાફળીયા) મતદાન મથક ઉપરથી દાહોદ – ૧૯ લોકસભા બેઠક માટે મતદાન કર્યું હતું.
ગરબાડા તાલુકામાં વયસ્ક મતદારોએ તેમજ દિવ્યાંગ મતદારોએ પણ મતદાન કરી એક જાગૃત નાગરિક તરીકેની પોતાની ફરજ નિભાવી હતી.