Friday, January 10, 2025
Google search engine
HomeGarbada - ગરબાડાગરબાડા થી ગાંગરડી જતો રસ્તો બિસ્માર હાલતમાં , મોટા અકસ્માતની રાહ જોતું...

ગરબાડા થી ગાંગરડી જતો રસ્તો બિસ્માર હાલતમાં , મોટા અકસ્માતની રાહ જોતું ભ્રષ્ટ તંત્ર પેચીંગ પણ નથી કરાવતું

 Priyank-new-Passport-Pic-258x300(1) logo-newstok-272-150x53(1)

Priyank Chauhan Garbada        ગરબાડા હનુમાનજી મંદિર ચાર રસ્તાથી ગાંગરડી તરફ જતાંગરબાડા ખરોડ નદીનાં નવા બનેલ પુલ સુધીનો રસ્તો એકદમ તુટેલીઅને બિસ્માર હાલતમાં છે. આ રસ્તા ઉપર ઠેરઠેર નાના મોટા ખાડા પડી જવાથી રસ્તો એકદમ ઉબડખાબડ થઈ ગયેલ છે જેના કારણે વાહન ચાલકોને તેમજ રાહદારીઓને ખુબજ મેશ્કેલીઓ વેઠવી પડે છે. રસ્તોતુટેલી હાલતમાં અને રસ્તા ઉપર ઠેરઠેર ખાડા હોવાથી વાહન ચાલકોને પોતાનું વાહન નછૂટકે રોંગ સાઇડ ચલાવવાની ફરજ પડે છે જેના કારણેનાનામોટા અકસ્માતો થતાં રહે છે તેમજ ટુ-વ્હીલર વાહનો ઉપરથી પડી જવાનો પણ ભય રહેતો હોય છે.Garbada Road Garbada Road-2 Garbada Road-3 Garbada Road-4 Garbada Road-5

ગરબાડા હનુમાનજી મંદિર ચાર રસ્તાથી ગાંગરડી તરફ જતાં ખરોડ નદીના પુલ સુધીનો રસ્તો એકદમ બિસ્માર હાલતમાં, રસ્તો સત્વરે રીપેર કરવા લોકમાંગ

        ગરબાડાથી ગાંગરડી, મંડોર, ધાનપુર તરફ જવાનો મુખ્ય રસ્તો આજ છે. સ્થાનિક વાહનો તેમજ ગાંગરડી, મંડોર, ધાનપુર તરફ જતાં નાના મોટા વાહનોની અવરજવરના કારણે આ રસ્તા ઉપર સતત ટ્રાફીકનું ભારણ રહે છે તથા આ રસ્તા ઉપર રહેણાંક વિસ્તાર તેમજ મંદિરો પણ આવેલ હોવાથી લોકોની પણ સતત અવરજવર રહેતી હોય છે. આ રસ્તો બિલકુલ બિસ્માર અને તૂટેલી હાલતમાં છે. તેમ છતાં સબંધિત તંત્ર આ બાબતે ઉદાશીન વલણ દાખવે છે અને તંત્ર દ્વારા આ રસ્તો મેંટેનન્સ કરવા બાબતે કોઈપણ જાતની કામગીરી કરવામાં આવેલ નથી અથવા સંબંધિતતંત્ર આ રસ્તાથી બીકુલ અજાણ હોય તેમ લાગે છે.

        જેથી સબંધિત તંત્ર આ બાબતને ગંભીરતાથી લઈ વહેલામાં વહેલી તકે આ રસ્તા ઉપરનાં નાનામોટા ખાડા પુરી તેના ઉપર રિકાર્પેટિંગ કરી રસ્તો વ્યવસ્થિત કરવામાં આવે તેવી લોક માંગ છે. તથા જરૂરી સ્થળોએ બંપ (Speed Breaker) મૂકવામાં આવે તેવી પણ લોક માંગ છે.

આ રસ્તો બનાવવવામાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવથી તંત્ર ચુપ કેમ છે. શું ભાગ બટાઈમાં અધિકારીયોથી માંડી ને નેતાગીરી સુધી શામિલ છે ? નથી તો રોડ સુધારતા કેમ નથી ? શું માર્ગ બનાવવા માટે તંત્રેએ કોઈ મોટી દુર્ઘટના થાય તેની રાહ જોઈ રહ્યું છે ?

  જો આ રસ્તાનું સમારકામ ટુક સમયમાં નહિ થાય તો લોકો ચક્કાજામ કરી અને આંદોલન કરશે તો અને આ અંદોલનની તમામ જવાબદારી તંત્રની અને આ સબંધિત ખાતાના ભ્રષ્ટ  અધિકારીયો ની રેહશે તેવો ગરબાડાના લોક મુખે ચર્ચાઈ રહ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments