PRIYANK CHAUHAN GARBADA
ગરબાડા દાહોદ વચ્ચે નેશનલ હાઇવે પસાર થાય છે. આ હાઇવે ઉપર તંત્ર દ્વારા ખાન નદીના પુલનાં વળાંકમાં બંને સાઇડ લોખંડનાં પાતરાની પીળો તથા કાળો કલર કરેલી રેલિંગ બેસાડવામાં આવી હતી પરંતુ આ રેલિંગ ઘણા લાંબા સમયથી તૂટેલી હાલતમાં જમીન ઉપર પડેલ છે જે તસવીરમાં નજરે પડે છે.
પુલ પાસેની રેલિંગ તૂટેલી હોવાના કારણે મોટો અકસ્માત થવાની પણ પૂરેપુરી સંભાવના રહેલી છે. તેમ છતાં તંત્ર દ્વારા આ રેલિંગ ફરીથી ફિટ કરવા માટે આજદિન સુધી કોઈ તસ્દી લેવામાં આવી નથી અને આ બાબતે ઉદાસીન વલણ રાખવામાં આવે છે અથવા તંત્ર આ બાબતથી બિલકુલ અજાણ હોય તેમ લાગે છે કે પછી તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ દેખે છે કે કોઈ મોટો અકસ્માત થાય પછી આ તૂટેલી રેલિંગ ફિટ કરીએ.
જેથી સંબંધિત તંત્ર આ બાબતને ગંભીરતાથી લઈ વહેલામાં વહેલી તકે ખાન નદીના પુલ પાસેની તૂટેલી રેલિંગ તાત્કાલિક ધોરણે ફિટ કરે તે જરૂરી છે જેથી કરી મોટો અકસ્માત નિવારી શકાય.
નોંધ :– તારીખ.૧૫/૦૮/૨૦૧૬ ના રોજ ખાન નદીનાં પુલ ઉપર આજ સ્થળે મારુતિ વાન પલ્ટી ખાઈ ગયેલ હતી પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થયેલ ન હતી.